________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૫ નહી રહેનારો ગોવધર્મ અથવા અશ્વત્વધર્મ ગાયો અને ઘોડાનો ભેદ જણાવે છે. પરંતુ ગોવધર્મ સોએ ગાયોમાં રહેતો હોવાથી ત્યાં તે ધર્મ ભેદ જણાવતો નથી. એવી જ રીતે સોએ અશ્વમાં રહેનારો અશ્વત્વધર્મ સો અશ્વમાં ભેદ જણાવતો નથી. ઘટવધર્મ પટમાં નથી અને પટવ ધર્મ ઘટમાં નથી માટે તે બન્નેમાં ન રહેનારો અર્થાત્ પરસ્પર અવૃત્તિ ધર્મ એવો ઘટત્વ અને પટવધર્મ તે બન્નેનો પરસ્પરભેદ જણાવે છે. તેવી જ રીતે “ગુણ-પર્યાયવાળા પણું અને ત્રણે કાળે એકસ્વરૂપે રહેવાપણું એવો જે દ્રવ્યનો ધર્મ છે. તે ધર્મ ગુણ-પર્યાયમાં નથી. અને ગુણ-પર્યાયમાં જે નિર્ગુણત્વ અને દ્રવ્યાશ્રયત્ન રૂપ ધર્મ છે તે દ્રવ્યમાં નથી. માટે બન્નેમાં પરસ્પર અવૃત્તિભૂત એવો જે ધર્મ છે. તે ધર્મ જ ધર્મીનો ભેદ જણાવે છે.” | ૨૩ || દ્રવ્ય આધાર ઘટાદિક દસઈ, ગુણ પર્યાય આઘેયો રે ! રૂપાદિક એકેન્દ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે .
- જિનવાણી રંગઈ મનિ ધરીએ ર-૧પો. ગાથાર્થ – ઘટ-પટાદિક દ્રવ્ય આધારરૂપે દેખાય છે. અને રૂપાદિક ગુણો તથા નીલપીતાદિ પર્યાયો આયરૂપે દેખાય છે. વળી રૂપાદિક ગુણો એક એક ઇન્દ્રિયગોચર છે. અને ઘટપટાદિક દ્રવ્યો બે ઇન્દ્રિયો વડે ગોચર છે. એમ દ્રવ્યથી ગુણ-પર્યાયોનો ભેદ જાણો. || ૨-૧૫ ||
ટબો- તેહિ જ વિવરી દેખાડઇ છઈ- દ્રવ્ય ઘટાદિક આધાર દીસઈ છઈ, જે માટઈ “એ ઘટઈ રૂપાદિક” ઇમ જાણીઈ છઈ. ગુણ-પર્યાય-રૂપ રસાદિક, નીલ-પીતાદિક આધેયકદ્રવ્ય ઉપરિ રહિયાં. ઈમ આધારાધેયભાવઈ દ્રવ્યથી ગુણપર્યાયનઈ ભેદ છઈ. તથા રૂપાદિક ગુણ-પર્યાય એક ઈન્દ્રિય-ગોચર ક. વિષય છઈ. જિમ રૂપ ચક્ષુરિન્દ્રિયઈ જ જણાઈ, રસ તે રસનેન્દ્રિયઈ જ, ઈત્યાદિક. અનઈં ઘટાદિક દ્રવ્ય છઈ. તે દોહિં-ચક્ષુરિન્દ્રિય. અનઈ સ્પર્શનેન્દ્રિયઃ એ ૨ ઇન્દ્રિય કરીનઇ જાણો છો. એ નઈયાયિકમત અનુસરીનઈ કહિઉં. સ્વમતઇ ગંધાદિક પર્યાય દ્વારઈ ધ્રાણેન્દ્રિયાદિકઇં પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઇં. નહી તો- “કુસુમ ગંધું છું” ઈત્યાદિ જ્ઞાનનઇ ભ્રાન્તપણું થાઈ. તે જાણવું.
“ઈમ-એક-અનેક, ઈન્દ્રિયગ્રાહ્યપણઇ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણપર્યાયનાઇ માંહોમાંહિ ભેદ, તે સહભાવી ક્રમભાવી એ કલ્પનાથી જ” II ૨-૧૫ ||
વિવેચન– દિન વિવરી લેલાડકું છડું- પૂર્વની ૧૪મી ગાથામાં દ્રવ્યથી ગુણોનો અને દ્રવ્યથી પર્યાયોનો આધાર-આધેય ભાવે જે પરસ્પર ભેદ મૂલગાથામાં કહ્યો છે. તે જ ઉદાહરણ આપીને આ ગાથામાં વિસ્તારથી સમજાવે છે