________________
ઢાળ-૨ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવી રીતે વિચારતાં આધારભૂત દ્રવ્ય એક છે. અને તેમાં આધેયરૂપે વર્તતા ગુણપર્યાયો અનેક છે. જેમ કે કોઈ પણ એક આત્મામાં આત્મદ્રવ્ય એક જ છે. અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય આદિ ગુણો, અને તે ગુણોની હાનિ-વૃદ્ધિ રૂપ ક્ષાયોપથમિકભાવના તથા નર-નારકાદિરૂપ ઔદયિકભાવના પર્યાયો અનેક છે. ઘટ-પટ આદિ કોઈ પણ વિવક્ષિત એક ઘટમાં-ઘડા સ્વરૂપ દ્રવ્ય એક જ છે. અને વર્ણ-ગંધ-રસસ્પર્શ-સંસ્થાનાદિ ગુણો અનેક છે. તથા તેના જ પરિવર્તન રૂપ નીલ-પીતાદિ પર્યાયો પણ અનેક છે. આ રીતે દ્રવ્ય એક, અને ગુણો તથા પર્યાયો અનેક, એ સ્વરૂપે પરસ્પર કહેતાં માંહોમાંહે એટલે કે દ્રવ્યથી ગુણોનો અને દ્રવ્યથી પર્યાયોનો ભેદ છે. એમ ભાવો, અર્થાત્ મનમાં વિચારો કે અવશ્ય ભેદ છે જ. “ભેદ નથી અને માત્ર અભેદ જ છે” આવું નથી. (અભેદની સાથે) ભેદ પણ ચોક્કસ છે.
આ જ રીતે આધાર-આધેય વિગેરે જે ભાવો (એટલે કે જે જે સ્વભાવો) છે. તે ભાવોએ કરીને પણ ભેદ મનમાં માનો. જે દ્રવ્ય છે. તે ગુણ-પર્યાયોનો આધાર છે. અને જે ગુણ-પર્યાયો છે. તે દ્રવ્યમાં આધેય રૂપે રહેલા છે. આધાર એટલે રાખનાર, અને આધેય એટલે રહેનાર. જો દ્રવ્ય-ગુણપર્યાયોનો ભેદ ન માનીએ તો સમાનાધિકરણ પણે (સરખી વિભક્તિવાળા પણ) બોધ થવો જોઈએ, પરંતુ વ્યધિકરણપણે (ભિનવિભક્તિપણે) બોધ ન થવો જોઈએ. જેમ કે આત્મામાં જ્ઞાન છે. ઘટમાં રૂપ છે. સાકરમાં ગળપણ છે. અહીં પહેલુ પદ સપ્તમી વિભક્તિવાળું છે. અને બીજું પદ પ્રથમા વિભક્તિવાળુ છે. એમ વ્યધિકરણ બોધ હોવાથી “ઘડામાં જલ છે” આવું જ્ઞાન જેમ થાય છે. તેમ આત્મામાં જ્ઞાન છે. ઘટમાં રૂપ છે. ઈત્યાદિ બોધ થતો હોવાથી કંઈક ભેદ છે. જો આ ભેદ ન હોત તો “આત્મા એ જ જ્ઞાન છે” “ઘટ એજ રૂપ છે” “સાકર એજ ગળપણ છે” એમ સમાનાધિકરણપણે બોધ થાત. પરંતુ એવો બોધ થતો નથી. તેથી અવશ્ય કથંચિત્ ભેદ છે જ.
મૂલગાથામાં લખેલા આદિ શબ્દથી અને ટબામાં લખેલા “પ્રમુ” શબ્દથી ભેદનાં અન્ય કારણો પણ સમજી લેવાં. જેમ કે (૧) ત્રણે કાળે એક રૂપે રહે તે દ્રવ્ય. અને ક્ષણે ક્ષણે બદલાય તે પર્યાય. (૨) ન્યાયદર્શનની દૃષ્ટિએ બે ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોય તે દ્રવ્ય અને એક એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોય તે ગુણ અને પર્યાય. ઇત્યાદિ અનેક રીતે ભેદ જાણવો.
ને મારું પરસ્પરાવૃત્તિ પરસ્પરમર્દિ મે 1 વિવું કારણ કે પરસ્પર એક બીજામાં ન રહેવાવાળો ધર્મ જ પરસ્પર ભેદને જણાવે છે. જેમ કે સો ગાયોમાં રહેનારો ગોત્ર ધર્મ સો અશ્વમાં રહેતો નથી. પરંતુ સોએ ગાયોમાં રહે છે. તેથી ગાયોમાં અને ઘોડામાં પરસ્પર