________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૯
नहीं तो स्वभाव भेदई द्रव्यभेद थाइ. ते ते देश कालादिकनी अपेक्षाइं-एकनइ अनेककार्यकारणस्वभाव मानतां कोई दोष नथी. कारणान्तरनी अपेक्षा पणिं स्वभावमांहि ज अंतर्भूत छइ. तेणइ-तेहनु पणि विकलपणुं न होइ.
નિશ્ચયનયનું કહેવું છે કે પૂર્વાપર પર્યાયો પ્રાટ્યમાન હોવાથી કાર્યાત્મક છે. અને તેમાં વણાયેલું મૂલબીજભૂત દ્રવ્ય તે એક જ કારણ છે. આમ જો ન માનીએ તો સ્વભાવભેદ થવાથી દ્રવ્યભેદ થાય. જેમ ઘટ અને પટ આ બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. કારણ કે ઘટ જલાધારનું કામ કરવાના સ્વભાવવાળો છે. અને પટ શરીરાચ્છાદન કરવાના સ્વભાવવાળો છે. ઘટનો જે જલાધારનો સ્વભાવ છે તે પટમાં નથી અને પટનો શરીરાચ્છાદનનો જે સ્વભાવ છે. તે ઘટમાં નથી. આમ જલાધાર અને શરીરાચ્છાદન કરવા સ્વરૂપ કાર્ય રૂપે સ્વભાવભેદ હોવાથી ઘટ-પટમાં દ્રવ્યભેદ છે. તેવી જ રીતે તૃણમાં દુધ ઉત્પાદનનો સ્વભાવ છે. દુધમાં દહી ઉત્પાદનનો સ્વભાવ છે એમ સર્વે પર્યાયોમાં ભિન્ન ભિન્ન કાર્ય કરવાનો સ્વભાવ હોવાથી સ્વભાવભેદ થયો. અને સ્વભાવભેદ થવાથી ઘટ પટની જેમ તૃણ-દુધદહીં-માખણ અને ઘી પણ સ્વતંત્ર ભિન્ન ભિન્ન દ્રવ્ય જ થઈ જશે અર્થાત્ વ્યવહાર નયના મતે ઘટ-પટની જેવો દૂધ દહીમાં પણ દ્રવ્યભેદ થશે. માટે વ્યવહારનયની માન્યતા બરાબર નથી. એમ નિશ્ચયનનું કહેવું છે. તેથી એક મૂલભૂત દ્રવ્ય (પુગલાસ્તિકાય) જ છે. અને તે પોતે જ તૃણ-દૂધ આદિ અનેક કાર્યોમાં પરિણામ પામવારૂપે કારણ બને છે. એમ માનવું જ ઉચિત છે.
પ્રશ્ન- જો પુદ્ગલ દ્રવ્ય એક જ કારણ હોય અને તૃણ-દુગ્ધ-દધિ આદિ અનેક (પર્યાયો તે) કાર્ય હોય તો આ પુગલદ્રવ્ય નામના કારણમાંથી એકી સાથે તે તમામ કાર્યો કેમ નીપજતાં નથી ? ક્રમશઃ જ કેમ નીપજે છે ? તથા તૃણમાંથી દૂધ કાર્ય કરવું હોય તો ગોમુક્તતા (ગાય વડે ઘાસનું ભક્ષણ કરાયેલું હોવું જોઈએ અને દધિ બનાવવું હોય ત્યારે ખટાશનો યોગ જોઈએ. અને દધિમાંથી માખણ બનાવવું હોય તો રવૈયાનો યોગ જોઈએ. માખણનું ઘી બનાવવું હોય ત્યારે અગ્નિનો શેક જોઈએ. આવા ભિન્નભિન્ન બીજાં કારણાન્તરોની અપેક્ષા પણ કેમ છે ? જો એક જ કારણમાંથી અનેક કાર્યો નીપજતાં હોય તો એક જ કાલ નીપજવાં જોઈએ અને તે તે દ્રવ્યની પોતાની જ અનેક કાર્યકરણ શક્તિ હોવાથી ભિન્ન ભિન્ન કારણોની (કારણાન્તરોની અપેક્ષા પણ ન રહેવી જોઈએ.
ઉત્તર- એક જ કારણ (મૂલભૂત દ્રવ્યશક્તિ) હોવા છતાં પણ તે તે કાર્ય કરવામાં (૧) કાળનો ક્રમ અને (૨) કારણોતરોની અપેક્ષા જે રાખવામાં આવે છે તે પણ દ્રવ્યના