________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૭
૬૫ થવાની જે યોગ્યતારૂપ શક્તિ છે. ગોટલીમાં કેરી થવાની યોગ્યતારૂપ જે શક્તિ છે તે બધી વ્યવહારી જીવો વડે અગમ્ય હોવાથી ઓઘશક્તિ કહેવાય છે. અને આ નૈગમનયથી યોગ્યતા માત્રરૂપે કહેવાય છે. કારણકે નૈગમનય ઉપચારગ્રાહી હોવાથી દૂર દૂરના કારણમાં પણ કાર્યનો વ્યવહાર કરે છે.
જ્યાં બાહ્ય ચિહ્નો આવે, પ્રતીકોથી કાર્યનું હોવાપણું જણાય ત્યાં વ્યવહાર ન આવે છે.
अनइं-जे कार्य- रूप निकट कहतां-वहिलं उपजतुं देखीइं, ते कार्यनी अपेक्षाई તેની સવિતાવિત ફિ. સમુચિત વદતાં વ્યવહાર યો. = અને કાર્યનું પ્રગટ થવાનું સ્વરૂપ અતિશય નિકટ આવેલું જોઈને એટલે કે વહેલું ઉત્પન્ન થવાનું જોઈને જે દ્રવ્યમાં જે શક્તિ દેખાય. તે શક્તિને તે તે કાર્યની અપેક્ષાએ સમુચિત શક્તિ કહેવાય છે. અહી “મુતિ” શબ્દનો અર્થ એકઠી થયેલી અર્થાત્ વ્યવહાર કરવાને યોગ્ય, એવો કરવો. જ્યાં કાર્યના ભાવો પ્રગટપણે દેખાવા લાગે, ચિહ્નો-નિશાનીઓ-દેખાવા લાગે ત્યારે તે તે દ્રવ્યમાં રહેલી કાર્યની પ્રગટ થવાની શક્તિ તે સમુચિત શક્તિ કહેવાય છે. જેમકે તૃણાદિમાં જે ઘીની શક્તિ છે તે ઓઘશક્તિ છે. પરંતુ દુધ-દહીં આદિમાં જે ઘની શક્તિ છે તે સમુચિત શક્તિ જાણવી. મરીચિના ભવમાં તીર્થકર થવાની યોગ્યતા તે ઓઘશક્તિ છે. અને મહાવીર સ્વામીના ભવમાં ઉંમર વર્ષ ૧ થી ૪૨માં જે તીર્થકર થવાની યોગ્યતા છે તે સમુચિતશક્તિ સમજવી. કપાસમાં જે પટની શક્તિ છે તે ઓઘશક્તિ અને તંતુમાં જે પટની શક્તિ છે. તે સમુચિતશક્તિ. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નડીયાદ-આણંદમાં મુંબઈ આવવાની જે શક્તિ તે ઓઘશક્તિ અને બોરીવલીમાં મુંબઈ આવવાની જે શક્તિ તે સમુચિતશક્તિ જાણવી. આ પ્રમાણે અનેક ઉદાહરણો ઉપરથી ઊર્ધ્વતા સામાન્યના બે ભેદ સમજાય તેવા છે.
ઓઘશક્તિ = દૂર દૂર કારણમાં રહેલી કાર્યની શક્તિ. અર્થાત્ પરંપરા કારણમાં રહેલી કાર્યશક્તિ, જ્યાં કાર્યનાં પ્રગટ ચિહ્નો દેખાતાં નથી ત્યાં રહેલી જે શક્તિ તે.
સમુચિતશક્તિ = નજીકના કારણમાં રહેલી કાર્યની શક્તિ. અનંતર કારણમાં રહેલી કાર્યશક્તિ. જ્યાં કાર્ય પ્રગટ થવાનાં ચિહ્નો-પ્રતીકો દેખાય છે. તેવી શક્તિ. II૧પી ધૃતની શક્તિ યથા તૃણભાવઈ, જાણી પિણ ન કહાઈ રે ! દુગ્ધાદિક ભાવઈ તે જનનઈ, ભાષી ચિત્ત સુહાઈ રે !
જિનવાણી રંગછ મનિ ધરઈ -૭