________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
घटादि द्रव्य प्रत्यक्ष प्रमाणई सामान्यविशेष रूप अनुभविइं छइं ते सामान्य उपयोगई मृत्तिकादि सामान्य ज भासइं छइं, विशेष उपयोगइं घटादि विशेष ज भासई छई, तिहां सामान्य, ते द्रव्यरूप जाणवुं, विशेष, ते गुणपर्याय रूप जाणवां ॥३॥
૫૦
ઢાળ-૨ : ગાથા-૩
દ્રવ્ય ગુણ પર્યાય આ ત્રણ ભાવો તથા તે ત્રણનો પરસ્પર ભેદ ઘટના ઉદાહરણથી પણ ગ્રંથકારશ્રી સમજાવે છે. કે ઘટ-પટ આદિ જે પદાર્થો છે. તે ચાક્ષુષ પ્રત્યક્ષપ્રમાણ વડે ‘‘સામાન્ય વિશેષ” એમ ઉભયરૂપે અનુભવાય જ છે. ઘટ-પટ-મઠ-જીવ આદિ કોઈ પણ ઈન્દ્રિય ગ્રાહ્ય પદાર્થો ઇન્દ્રિય પ્રત્યક્ષ વડે, અને અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિય પ્રમાણ વડે સામાન્યાત્મક પણ જણાય છે અને વિશેષ રૂપે પણ જણાય જ છે. દ્રવ્ય સ્વરૂપે જોઈએ તો સામાન્યાત્મક જણાય છે. અને ગુણપર્યાય સ્વરૂપે જોઈએ તો વિશેષાત્મક પણ જણાય છે. ત્યાં જ્યારે સામાન્ય ઉપયોગે” જોઇએ ત્યારે પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ આદિ ભિન્ન ભિન્ન પયાર્યો બદલાવા છતાં પણ માટી જ દેખાય છે. તે સર્વે પર્યાયોમાં માટી પણું” તો છે છે અને છે જ. માટી તો તેની તે જ છે. મૃત્તિકાદિ સ્વરૂપ જે સામાન્ય છે. તેને જો જોઈએ તો તે ને તે જ દેખાયા કરે છે. એવી રીતે કપાસ-રૂ-પુણી-તંતુ-પટ આદિ અવસ્થા બદલાવા છતાં પુદ્ગલ રૂપે તેનું તે જ છે. દેવ-નારક આદિ અવસ્થા બદલાવા છતાં જીવ દ્રવ્ય દ્રવ્યસ્વરૂપે તેનું તે જ છે. એમ સામાન્યોપયોગે સામાન્ય જ ભાસે છે. તથા વિશેષ ઉપયોગથી તેને જોઈએ તો પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ આદિ જુદી જુદી અવસ્થાઓ જ (વિશેષો જ) દેખાય છે. પિંડ એ કંઇ સ્થાસ નથી, સ્થાસ એ કંઇ કોશ નથી. બધી જુદી જુદી અવસ્થાઓ જ દેખાય છે. તેમ પટાદમાં પણ સમજવું. આ રીતે ત્યાં (ઘટાદિના ઉદાહરણમાં) જે સામાન્ય દેખાય છે. તે દ્રવ્યસ્વરૂપ જાણવું. કૃત્તિકાપણું તે દ્રવ્યસ્વરૂપ જાણવું. અને જે વિશેષ, પિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલાદિ અવસ્થાઓ જણાય છે. તે સર્વે ગુણ-પર્યાયનું સ્વરૂપ જાણવું. જે સામાન્ય જણાય છે તે દ્રવ્ય છે. અને જે વિશેષ જણાય છે તે ગુણ-પર્યાયો છે. એમ જાણવું. સારાંશ કે સર્વે પદાર્થો સામાન્ય વિશેષ એમ ઉભયાત્મક છે. તેમાં જ્યારે પદાર્થને સામાન્યાત્મકભાવે જોઈએ ત્યારે તે દ્રવ્યાત્મક દેખાય છે. અને વિશેષાત્મક ભાવે જોઈએ ત્યારે તે ગુણ-પર્યાયાત્મક રૂપે દેખાય છે. વસ્તુના સ્વરૂપને જોનારાની જેવી દૃષ્ટિ, જેવી વિવક્ષા, તેવો પદાર્થ દેખાય છે. જેમકે સેંકડો જાતની માળાઓ પડી હોય તેમાંથી આ વિક્ષિત માળા મોતીની છે. એમ જ્યારે વિચારીએ ત્યારે માળાપણું સર્વે માળાઓમાં સમાન હોવાથી “માળા એ સામાન્ય બને છે” અને “મોતીની છે પરંતુ સ્ફટિકની નથી” એમ જણાય છે. તેથી “મોતી” એ વિશેષ બને છે. આમ જાણવામાં માળા એ દ્રવ્ય થયું અને મોતી એ પર્યાય થયા તથા ઉજ્જ્વળતા એ ગુણો થયા. હવે આ અપેક્ષા બદલીને જો બીજી અપેક્ષાએ વિચારીએ- જેમ કે મોતીના જ સેંકડો પદાર્થો