________________
ઢાળ-૧ : ગાથા—દુ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
અવસ્થાની પ્રાપ્તિ થવી તે સિદ્ધસમાપત્તિ છે. આવી અવસ્થા પ્રાપ્ત કરવી એ જ શુક્લધ્યાનનું ફળ છે. શુક્લધ્યાન પૂર્વધરને જ હોય છે. અને પૂર્વધર ન હોય તેવા મુનિને શુક્લધ્યાન હોતુ નથી પરંતુ ધર્મધ્યાન હોય છે. આ બન્ને ધ્યાનદશા મોહનો નાશ કરાવનારી છે. જેમ જેમ પોતાના આત્મતત્ત્વના દ્રવ્યગુણ પર્યાયો અરિહંત પરમાત્માના દ્રવ્યગુણ પર્યાયની સાથે સમાન સમજાતા જાય, અંતરાત્મામાં જામતા જાય, તેમ તેમ આ આત્મા પરમાત્માની સાથે પડેલા ભેદનો છેદ કરીને પરમાત્મા જેવી જ દશાને પામે છે. તેને “સિદ્ધસમાપત્તિ” કહેવાય
છે. આ દશા પ્રાપ્ત કરવી એ જ શુક્લ ધ્યાનનું ફળ છે. શાસ્ત્રોમાં આવાં પદો આવે છે કે
૨૬
નો નાળવિ અરિહંત, દ્વવ્વત્ત-મુળત્ત-પદ્મયત્તેહિં ।
सो जाणादि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥१-८० ॥
પરમાત્મા મહાવીર પ્રભુ પછી ૫૧૬ વર્ષે થયેલા, અને દિગંબરાસ્નાયમાં અતિશય વધારે પ્રતિષ્ઠા ધરાવનારા શ્રી કુંદકુંદાચાર્યે સમયસાર નિયમસાર અને પ્રવચનચાર આદિ મહાગ્રંથો બનાવ્યા છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી તે દિગંબરાચાર્યકૃત પ્રવચનસારની સાક્ષી આપતાં કહે છે કે પ્રવચનસારમાં પણ (પ્રથમ અધ્યાયની ૮૦મી ગાથામાં) કહ્યું છે કે—
નો નાળવિ હિંત, ∞ત્તગુણત્તપદ્મયત્તેન્દ્િ-જે ભવ્યાત્મા દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ વડે અરિહંત પરમાત્માને જાણે છે. તો જ્ઞાતિ અપ્પાળ તે આત્મા જ પોતાના આત્માને (તેવો=અરિહંત સમાન) જાણે છે. મોદ્દો ઘણુ નાનિ તસ્સ નયં=તે આત્માનો મોહ અવશ્ય લયને (ક્ષયને) પામે છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી કૃત નવપદની પૂજામાં પણ આ જ ભાવાર્થને સમજાવતી ગાથા છે. તે આ પ્રમાણે
અરિહંત પદ ધ્યાતો થકો, દન્વહ ગુણ પજ્જાય રે । ભેદ છેદ કરી આતમા-અરિહંત રૂપી થાય રે ।।
આ રીતે જ્ઞાનમાર્ગની સાધનામાં ક્રિયામાર્ગ અવશ્ય ઉપકારક (સાધન) છે. પરંતુ આત્મતત્ત્વની શુદ્ધદશા પ્રાપ્ત કરવામાં, પરાભિમુખતા ટાળવામાં, અંતરાત્મદશા મેળવવામાં, મોહના નખરા દૂર કરવામાં, જ્ઞાનમાર્ગ અતિશય વધારે ઉપકારક છે. જ્ઞાનમાર્ગ ખેતરમાં ઉગેલા ધાન્યસમાન છે અને ક્રિયામાર્ગ તેની સુરક્ષા માટે કરાયેલી કાંટાની વાડ તુલ્ય છે.
તે માટિ દ્દ ન દ્રવ્યાનુયોગ આવશે-તે કારણે પ્રધાનતાએ આ દ્રવ્યાનુયોગને જ સ્વીકારો. પળિ સદ્ગુરુ વિના સ્વતિલ્પનારૂં મૂળા મેં ખિસ્યો-પરંતુ સદ્ગુરુજીની નિશ્રા