________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૨૪ ૫ ૫ ૧૩ અને ૧૪ મા સૂત્રમાં જીવોના જે ભેદો જણાવ્યા છે. તેમાં વાયુ સુધીના જે જીવો છે તેને ફક્ત એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. તેરમા સૂત્રમાં કહેલા પૃથ્વી-અપ-અને વનસ્પતિ તથા ચૌદમા સૂત્રમાં કહેલા તેજો અને વાયુ એમ કુલ પાંચ પ્રકારના જીવોને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. અને તેથી તે એકેન્દ્રિય કહેવાય છે. જો કે પૃથ્વી-અરૂ-તેજી-વાયુ અને વનસ્પતિ એમ પાંચનો ક્રમ પ્રસિદ્ધ છે. એટલે સૂત્રકારના આશયને ન સમજનારને વનસ્પતિકાય રહી ગયા એમ લાગે, પરંતુ તેમ નથી કારણ કે અહીં સૂત્ર-૧૩-૧૪ના ક્રમે કથન હોવાથી વનસ્પતિકાય વચમાં જ આવી જાય છે. ૨-૨૩.
મિપિપત્નિ ધમમનુષ્યાવીનાવવૃદ્ધાનિ ૨-૨૪ કૃમિપિપીલિકાભ્રમરમનુષ્યાદીનામેકંકવૃદ્ધાનિ ર-૨૪ કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામ્ એક-એક-વૃદ્ધાનિ
સૂત્રાર્થ - કૃમિ, કીડી, ભ્રમર અને મનુષ્યાદિ જીવોને એક એક ઈન્દ્રિય વધારે વધારે હોય છે. ૨-૨૪.
ભાવાર્થ-પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાઉકાય અને વનસ્પતિકાય એમ પાંચ પ્રકારના જીવોને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. તથા કૃમિ (કરમીયા-શંખ-કોડાઅળસીયા અને પોરા) વગેરે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એમ બે ઈન્દ્રિયો હોય છે. તથા કીડી-જુ-લીખ-મકોડા-માંકડ-કાનખજુરા વગેરે જીવોને સ્પર્શન-રસન અને ધ્રાણ એમ ત્રણ ઈન્દ્રિયો હોય છે. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org