SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ स्तिवामथा: તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૨૧ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ૨-૨૧ સ્પર્શરસગંધવર્ણશબ્દાસ્તષામર્થા ૨-૨૧ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાઃ તેષામ્ અર્થા: ૨-૨૧ સૂત્રાર્થ- સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઈન્દ્રિયો છે. અને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને શબ્દ આ પાંચ તેઓના વિષયો છે. ર-૨૧, ૨૧. ભાવાર્થ-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એમ પાંચ ઈન્દ્રિયો છે. અને તેનાથી અનુક્રમે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને શબ્દ આ પાંચ વિષયો જાણી શકાય છે. કોઈપણ એક ઈન્દ્રિય પોતાના પ્રતિનિયત ફક્ત ૧ વિષયને જ જાણવામાં સહાયક છે. બાકીના વિષયો તે ઈન્દ્રિય દ્વારા જાણી શકાતા નથી પરંતુ અનુમાન દ્વારા બીજા વિષયને આત્મા જાણે છે. જેમ કે ચક્ષુથી કેરીનું રૂપ જ દેખાય છે. પરંતુ વિશિષ્ટ રૂપ દેખવાથી આત્મા તે કેરીમાં મધુર રસનું અને સારી ગંધનું અનુમાન કરે છે. તેવી રીતે પ્રાણથી કેરીની ગંધ જ જણાય છે. પરંતુ અમુક પ્રકારની સુગંધ જાણવાથી આત્મા રસનું અનુમાન કરે છે. આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયો પોતપોતાના પ્રતિનિયત વિષયને જ જાણવામાં સહાયક છે. પ્રતિનિયત વિષય જાણ્યા પછી બીજા ભાવો આત્મા અનુમાનથી જાણે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયોથી ક્રમશઃ રૂપાદિ પાંચે ગુણો જ જણાય છે. દ્રવ્ય જણાતું નથી. પરંતુ ગુણો દ્રવ્યથી અભિન્ન છે. તેથી ગુણો જણાયે છતે દ્રવ્ય જણાયું જ કહેવાય છે. માટે દ્રવ્ય પાંચ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy