________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
૫૧ સૂત્રાર્થ-નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યન્દ્રિયના બે ભેદ છે. તથા લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિયના બે ભેદ છે. ૨-૧૭, ૧૮.
ભાવાર્થ- જે પુદગલોની બનેલી ઈન્દ્રિય છે તે દ્રવ્યન્દ્રિય છે. તેના નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદ છે. જે પુદ્ગલોની રચના છે. પુદ્ગલોથી બનેલી આકૃતિ છે. તે નિવૃત્તિ કહેવાય છે. નિવૃત્તિ=રચના, આકાર. તેના પણ બે ભેદ છે. બાહ્ય અને અત્યંતર. જે બહાર આકારો દેખાય છે તે બાહ્યનિવૃત્તિ, તે મ્યાન સમાન છે. જેમ મ્યાન તરવારનું રક્ષણ કરે છે પરંતુ છેદન ક્રિયા કરતું નથી તેમ બાહ્યનિવૃત્તિ તે અત્યંતર નિવૃત્તિનું રક્ષણ કરે છે. પરંતુ વિષયનો બોધ કરતી નથી. તથા શરીરની અંદર કદંબપુષ્પાદિના આકારની અંગુલના અસંખ્યાતમા ભાગની જે ઈન્દ્રિય છે કે જે જીવને વિષય બોધ કરાવવામાં નિમિત્ત છે. તે અભ્યત્તરનિવૃત્તિ ઈન્દ્રિય. તે તરવાર સમાન છે. તથા અભ્યત્તર નિવૃત્તિ જે ઈન્દ્રિય છે તેમાં આત્માને વિષય જણાવવામાં સહાયક થવાની જે શક્તિ છે તે શક્તિને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. આ ઈન્દ્રિય તરવારમાં રહેલી ધારની સમાન છે. આ પ્રમાણે મ્યાન, તરવાર, અને ધારની સમાનતા આ બધી પુદ્ગલની બનેલી ઈન્દ્રિયોમાં હોવાથી તે સર્વે દ્રવ્યન્દ્રિય કહેવાય છે. આત્મામાં વિષય જાણવાની જે જ્ઞાન શક્તિ છે તે લબ્ધિભાવેન્દ્રિય છે. તે તરવાર ચલાવવાની આવડત સમાન છે. અને તે શક્તિનો જે વપરાશ કરવો તે ઉપયોગભાવેન્દ્રિય છે. જે તરવાર ચલાવવાની આવડતનો વપરાશ કરવા તુલ્ય છે. આ રીતે દ્રવ્યન્દ્રિય તથા ભાવેન્દ્રિય જાણવી. તે સર્વેનું ચિત્ર આ પ્રમાણે છે. ૨-૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org