________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૦-૩૧
૨૯ પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત અને મનપણે પરિણમાવેલ હોય તે જ. આ કારણે જ મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષય કરતાં અનંતમા ભાગે છે. છતાં વિશુદ્ધિમાં અધિક હોવાથી તેનો નંબર અવધિજ્ઞાન કરતાં આગળ છે. ૧-૨૮-૨૯.
સર્વદ્રવ્યપષ વચ્ચે ૧-૩૦ સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલણ્ય ૧-૩૦
સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલભ્ય ૧-૩૦
સૂત્રાર્થ-કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. ૧-૩૦.
ભાવાર્થ- ધર્માસ્તિકાયાદિ સમસ્ત દ્રવ્યો, લોક-અલોક સ્વરૂપ સમસ્ત ક્ષેત્ર, ભૂત-ભાવિ અને વર્તમાન એમ અનાદિ અનંતરૂપે સર્વકાલ, અને સર્વે દ્રવ્યોના સર્વપર્યાયો કેવલજ્ઞાની મહાત્માઓ કેવલજ્ઞાનથી જાણે છે. તેથી કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયો કહેવાય છે. ૧-૩).
વિનિ માં ખ્યાનિ યુવાપભ્રમિનારનુષ્ય ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભઃ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદ્ધ એકસ્મિન્ આચતુર્ભઃ૧-૩૧
સૂત્રાર્થ-એક જીવમાં એકી સાથે એકથી પ્રારંભીને વધુમાં વધુ ચાર સુધીનાં જ્ઞાનો ભજનાએ હોય છે. ૧-૩૧.
ભાવાર્થ-એક જીવમાં એકી સાથે કેટલાં જ્ઞાન હોય ? તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org