________________
૩૦. અધ્યાય : ૧-સૂત્ર-૩૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર જણાવે છે. એક-બે-ત્રણ અને વધુમાં વધુ ચાર જ્ઞાન હોય છે. એક હોય તો કેવલજ્ઞાન હોય છે. કારણ કે કેવલજ્ઞાન થાય ત્યારે છાબસ્થિક જ્ઞાનો નાશ પામે છે. અર્થાત્ તે ચાર જ્ઞાન હોતાં નથી. જો બે જ્ઞાનો હોય તો મતિ અને શ્રત એમ બે હોય છે. જો ત્રણ જ્ઞાનો હોય તો મતિ-શ્રુત-અવધિ, અથવા મતિ-શ્રુત-મન:પર્યાય એમ ત્રણ જ્ઞાનો હોય છે. અને જો ચાર જ્ઞાનો હોય તો કેવલજ્ઞાન વિનાનાં શેષ ચાર જ્ઞાનો એકી સાથે એક જીવમાં હોય છે. પરંતુ એક જીવમાં એકી સાથે પાંચ જ્ઞાનો હોતાં નથી. કારણ કે લાયોપથમિક જ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન સાથે હોતાં નથી. ૧-૩૧.
તિશ્રતાવો વિપર્યય ૧-૩૨ મતિયુતાવધયો વિપર્યયશ્ચ ૧-૩૨ મતિ-શ્રુત-અવધયઃ વિપર્યયઃ ચ ૧-૩૨
સૂત્રાર્થ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનો વિપરીત પણ હોય છે. ૧-૩૨.
ભાવાર્થ-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાનો સમ્યગ્દષ્ટિને પણ થાય છે. અને મિથ્યાદષ્ટિને પણ થાય છે. જો સમ્યગ્દષ્ટિને થાય તો તે સમ્યજ્ઞાન કહેવાય છે અને મિથ્યાષ્ટિને થાય તો મિથ્યાજ્ઞાન (અર્થાત્ વિપર્યયવાળું જ્ઞાન) કહેવાય છે. પરંતુ મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન તો ફક્ત સમ્યગ્દષ્ટિ જીવોને જ થાય છે. માટે તે બે જ્ઞાનોમાં વિપર્યયતા સંભવતી નથી. આવા પ્રકારનાં ઉચ્ચકોટિનાં જ્ઞાન તેઓને જ માત્ર થાય છે કે જેઓમાં સમ્યકત્વગુણ અવશ્ય આવેલો છે. ૧-૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org