________________
૨૪
અધ્યાય : ૧-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર થાય છે. પરંતુ ભવ અને ગુણની પ્રધાનતા હોવાથી ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક કહેવાય છે. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જેમ સર્વે દેવ-નારકીને અવશ્ય હોય જ છે, તેમ ગુણપ્રચયિક અવધિજ્ઞાન સર્વ તિર્યચ-મનુષ્યોને અવશ્ય હોતું નથી. પરંતુ કોઈકને જ હોય છે. તે ગુણપ્રત્યયિકના છ ભેદો આ પ્રમાણે છે. (૧) જે અવધિજ્ઞાન જેને થયું હોય તેની સાથે ચક્ષુની જેમ
સર્વત્ર રહે તે અનુગામી. (૨) સાંકળે બાંધેલા દીપકની જેમ જે અવધિજ્ઞાન જેને થયું
હોય તેની સાથે સર્વત્ર ન જાય. પરંતુ નિયત સ્થાને
આવે ત્યારે જ બોધ કરાવે તે અનનુગામી. (૩) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન દિન-પ્રતિદિન વધતું જાય તે
વર્ધમાન. (૪) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન દિન-પ્રતિદિન ઘટતું જાય તે
હીયમાન. (૫) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતી. (૬) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું ન જાય.
પરંતુ કેવલજ્ઞાન સુધી અથવા મરણપર્યત જે અવશ્ય રહે જ તે અપ્રતિપાતી. ૧-૨૩.
વિપુતો મન:પર્યાયઃ ૧-૨૪ ઋજુવિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ ઋજુ -વિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org