________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય ઃ ૧-સૂત્ર-૨૩
ભવપ્રત્યયિક અને ૨. ગુણપ્રત્યયિક. જે અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ભવ એ નિમિત્ત છે તે ભવપ્રત્યયિક. અને જે જ્ઞાનની ઉત્પત્તિમાં ગુણ એ નિમિત્ત છે તે ગુણપ્રત્યયિક. તે બન્ને ભેદોમાંથી જે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે તે દેવ-નારકીને જ હોય છે. અને દેવ-નારકીને ભવપ્રત્યયિક જ હોય છે. તેથી દેવ-નારકીનો ભવ પ્રાપ્ત થતાં જ સમ્યગ્દષ્ટિ જીવ હોય કે મિથ્યાર્દષ્ટિ જીવ હોય પરંતુ આ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય જ છે. માછલાને જેમ તરવાની કલા, પક્ષીને જેમ ઉડવાની કલા જન્મથી જ હોય છે તેમ દેવ-નારકીને આ અવધિજ્ઞાન જન્મથી જ થાય છે. આ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરનાર જીવ સમ્યગ્દષ્ટિ હોય તો અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યાર્દષ્ટિ હોય તો વિભંગજ્ઞાન કહેવાય છે. ૧-૨૧-૨૨.
यथोक्तनिमित्तः
ષવિત્વ: શેષાળામ્ ૧-૨૩ ષડ્વિકલ્પઃશેષાણામ્ ૧-૨૩
યથોક્તનિમિત્તઃ યથા ઉક્ત-નિમિત્તઃ ષડ્વિકલ્પ શેષાણામ્ ૧-૨૩
સૂત્રાર્થ- બાકીના તિર્યંચ-મનુષ્યોને ઉપરોક્ત નિમિત્તવાળું (ક્ષયોપશમ સ્વરૂપ ગુણના નિમિત્તવાળું) અવધિજ્ઞાન હોય છે. અને તે છ ભેદવાળું છે. ૧-૨૩.
૨૩
ભાવાર્થ - બાકીના જીવોને એટલે કે મનુષ્ય-તિર્યંચોને જે અવધિજ્ઞાન થાય છે, તે ક્ષયોપશમ સ્વરૂપ ગુણના નિમિત્તે થાય છે. માટે ગુણપ્રત્યયિક કહેવાય છે. અવધિજ્ઞાનાવરણીય નામનું જે કર્મ છે, તે કર્મના ક્ષયોપશમથી જ આ બન્ને પ્રકારનાં અવધિજ્ઞાને પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org