SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ અધ્યાય : ૯-સૂત્ર-૩૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપશાન્ત-ક્ષણિકષાયયોઃ ચ ૯-૩૮ સૂત્રાર્થ : તથા આ ધર્મધ્યાન ઉપશાન્તમોહ અને ક્ષીણમોહવાળા જીવને પણ હોય છે. ૯-૩૮ ભાવાર્થ- વળી આ ધર્મધ્યાન ઉપશાન્તમોહ અને ક્ષીણમોહગુણઠાણે પણ હોય છે. અહીં ઉપશાન્તમોહ લખવાથી ફક્ત અગિયારમું ગુણસ્થાનક ન સમજતાં આખી ઉપશમશ્રેણી સમજવી. તેવી જ રીતે ક્ષીણમોહ શબ્દથી ફક્ત ૧૨મું ગુણસ્થાનક ન સમજતાં ક્ષપકશ્રેણી સમજવી તેથી પૂર્વસૂત્રમાં અપ્રમત્તમુનિ-અને આ સૂત્રમાં બે શ્રેણી લખવાથી ૭ થી ૧૪ ગુણસ્થાનકો સુધી ધર્મધ્યાન હોય છે. પ્રશ્ન :- ધર્મધ્યાનના સ્વામી કહેવામાં અપ્રમત્તસંયત સાડત્રીસમા સૂરામાં અને ઉપશાન્તમોહ તથા ક્ષીણમોહ આડત્રીસમા સૂત્રમાં એમ જુદા શા માટે કહ્યા ? બન્નેને એક જ સૂત્રમાં કેમ ન કહ્યા ? ઉત્તર :- ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ શબ્દની અનુવૃત્તિ ૩૯ સૂત્રમાં લઈ જવી છે માટે બે સૂત્રોમાં સ્વામી જુદા કહ્યા છે. ધર્મધ્યાનના ચારભેદો છે. તેનો અર્થ આ પ્રમાણે છે (૧) આજ્ઞાવિચય= જિનેશ્વર ભગવાનની આજ્ઞા સર્વજીવોનું કલ્યાણ કરનારી છે. તેથી તેનો જ સતત વિચાર કરવો તે. (૨) અપાયરિચયઆ સંસાર જન્મ-જરા-મૃત્યુ-રોગ-શોક આદિ દુઃખોથી ભરેલો છે, દુઃખ જ દુઃખ છે એમ વિચારવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy