SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ અધ્યાય : ૯-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૯) ઉપસ્થાપન=દોષોના ત્યાગ માટે ફરીથી દીક્ષા આપવી તે. ૯-૨૨. જ્ઞાન-ન-ચારિત્રોપવાઃ ૯-૨૩ જ્ઞાન-દર્શન-ચારિત્રોપચારાઃ ૯-૨૩ જ્ઞાન-દર્શન-ચારિત્ર-ઉપચારાઃ ૯-૨૩ સૂત્રાર્થ ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એમ વિનયના ચાર પ્રકાર છે. ૯-૨૩ ભાવાર્થ- આ સૂત્રમાં વિનય નામના બીજા અત્યંતરતપના ૪ પ્રકારો સમજાવ્યા છે. (૧) જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોનો વિનય કરવો, ભક્તિ બહુમાન કરવું. ઉંચા આસને સ્થાપવું. તેની સાર-સંભાળ કરવી તે જ્ઞાનવિનય. (૨) સમ્યગ્દર્શન, સમ્યગ્દષ્ટિ, અને સમ્યગ્દર્શનનાં સાધનો- જે પ્રભુની મૂર્તિ-મંદિર-ઉપાશ્રયાદિ સાધનોની સેવા-ભક્તિબહુમાન કરવું. તેમના પ્રત્યે પૂજ્યભાવ-અહોભાવ રાખવો તે દર્શનવિનય. (૩) ચારિત્રગુણ, ચારિત્રવાનું સાધુ-સંતો અને ચારિત્રનાં સાધનો ઘો-મુહપત્તિ, પાત્રો-સાધુવેશ આદિની ભક્તિ-સેવાબહુમાન કરવું. અવર્ણવાદ ન બોલવા. પ્રશંસા કરવી. આહાર-ઔષધાદિ આપવાં તે ચારિત્રવિનય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy