SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૫ ભાવાર્થ - મન-વચન અને કાયાની પ્રવૃતિ તે યોગ કહેવાય છે. સમ્યગૂ જ્ઞાન અને સમ્યગ્દર્શનપૂર્વક (મન-વચનકાયાની શુભમાં પ્રવૃત્તિ થવી અને) અશુભથી નિવૃત્તિ થવી તે યોગનિગ્રહ કહેવાય છે. તે જ ગુપ્તિ છે. આત્માના હિતની અપેક્ષા વિના લાંઘણ, પાણી ઉપર બગલાની સ્થિરતા તથા તાપસની પંચાગ્નિ તપની ક્રિયા એ યોગનિગ્રહ કહેવાતો નથી. કારણ કે કષાયોને જીતવા માટે જ જે શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ કરવા સ્વરૂપ યોગ નિગ્રહ છે. તે જ ગુપ્તિ કહેવાય છે. ૯-૪. -ભાષUાનનિક્ષેપોત્સ: મિતાઃ ૯-૫ ઈર્યા-ભાષેષણાદાનનિક્ષેપોત્સર્ગાઃ સમિતયઃ ૯-૫ ઇર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપ-ઉત્સર્ગી સમિતયઃ ૯-૫ સૂત્રાર્થ : ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉત્સર્ગસમિતિ એમ પાંચ સમિતિ જાણવી. ૯-૫ ભાવાર્થ:- સમિતિ એટલે આત્માના હિતને કરનારાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. ગુપ્તિમાં અહિતથી નિવૃત્તિ મુખ્ય છે. અને સમિતિમાં હિતની પ્રવૃત્તિ મુખ્ય છે. તેના પાંચ ભેદો છે. (૧) ઇર્યાસમિતિ= જયણા પાળવાના આશયથી નીચે જોઈને ચાલવું. જેથી સ્વ-પરની હિંસા ન થાય. પોતાના શરીરની લંબાઈ જેટલી ભૂમિ જોતાં જોતાં ચાલવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy