SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૭ ૨૩૭ મત્યાદીનામ્ ૮-૭ સૂત્રાર્થ : મતિ આદિ પાંચ જ્ઞાનોનાં જે આવરણ તે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ જાણવું. ૮-૭ ભાવાર્થ - મતિજ્ઞાન આદિ જ્ઞાન પાંચ પ્રકારનાં છે. તેથી તેઓનું આવરણ-આચ્છાદન કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યવજ્ઞાનાવરણ, (૫) કેવલજ્ઞાનાવરણ. (૧) મતિજ્ઞાનાવરણ-ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રતિનિયત ક્ષેત્રમાં પ્રગટ થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન. તેનું આચ્છાદન કરનારું જે કર્મ તે. (૨) શ્રુતજ્ઞાનાવરણ- ગુરુ ગમ દ્વારા અથવા આગમો અને શાસ્ત્રો દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે. (૩) અવધિજ્ઞાનાવરણ- મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનું ઇન્દ્રિયોની સહાય વિના આત્મસાક્ષીએ જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન, તેને આચ્છાદન કરનારું જે કર્મ તે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણ- અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગતભાવોને જાણવાની આત્માની જે શક્તિ તે મન:પર્યવજ્ઞાન, અને તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy