SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૫ ૨૧૯ તે ધાન્ય. તેનું માપ ધાર્યા પછી વધારે રાખવું તે અતિચાર. (૪) દાસીદાસપ્રમાણાતિક્રમના ઘરમાં કે દુકાનમાં નોકર-ચાકર રાખવાનું માપ ધારવું, તેનાથી વધારે જો રાખીએ તો અતિચાર. (૫) કુષ્ણપ્રમાણાતિક્રમ= ઘરનું ફરનીચર, રાચરચીલું, તમામ ઘરવખરી રાખવાનું માપ ધારવું, તેનાથી વધારે જો રાખીએ તો અતિચાર. પાંચમા વ્રતના આ પાંચ અતિચારો ત્યજી દેવા જોઈએ. ૭-ર૪. áથતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રદ્ધિ-નૃત્યન્તનાનિ9-૨૫ ઊર્ધ્વધતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-ઋત્યન્તર્ધાનાનિ ૭-૨૫ ઊર્ધ્વ-અધઃ-તિર્યગૂ-વ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ સૂત્રાર્થઃ ઊર્ધ્વદિશા, અધોદિશા, તિર્યન્દિશાના માપનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રવૃદ્ધિ કરવી, ધારેલું માપ ભૂલી જવું આ સર્વે દિશાવિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૫ ભાવાર્થ - દિક્પરિમાણ વ્રત - ચાર દિશા ચાર વિદિશા અને ઉપર-નીચે એમ દશે દિશાઓમાં અમુક જ માઇલ જવું એવો નિયમ ધારવો તે છઠું દિશાપરિમાણવ્રત. તેના પાંચ અતિચારો છે. (૧) ઊર્ધ્વદિશાવ્યતિક્રમ= ઉપરની દિશામાં ધારેલા માપ કરતાં વધારે જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy