SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અધ્યાય : ૭-સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર વલ્થ-વધ-વિછાતિમારા પાપાનિરોથા: ૭-૨૦ બધ-વધ-છવિચ્છેદાતિભારારોપણાન્નપાનનિરોધાઃ ૭-૨૦ બધ-વધ-છવિચ્છેદ-અતિભારારોપણ-અન્નપાનનિરોધાઃ સૂત્રાર્થ : બંધ, વધ, ચામડીનો છેદ, અતિશય ભારનું આરોપણ અને અન્ન-પાનનો નિરોધ (અટકાવવું). આ પાંચ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૦ ભાવાર્થ:- સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત નામના પ્રથમ વ્રત (હાલતા-ચાલતા નિરપરાધી ત્રસજીવોની મારે હિંસા કરવી નહીં એવા પ્રથમ વ્રત)ના ૫ અતિચારો આ પ્રમાણે છે. (૧) બંધ= પશુઓને, અને અવિનયવાળા પુત્ર-પૌત્ર-નોકરાદિને દોરડાથી અથવા સાંકળથી બાંધવા, પંખીઓને પાંજરામાં પૂરવા, કોઈ માણસોને રૂમમાં પૂરી રાખવા. ઇત્યાદિ. (૨) વધ= એટલે પશુને, પંખીને અને અવિનયવાળા જીવોને માર માર્યો હોય, લાકડી-ચાબુક-કે પત્થર માર્યા હોય, કદાચ કોઈ સંજોગોમાં મારવું જ પડે તો પણ હૃદયની અંદરના આવેશ પૂર્વક ન મારવું જોઇએ, તેને બદલે તેવા આવેશવાળો માર મારવો તે અતિચાર. (૩) છવિચ્છેદ= છવિ એટલે ચામડી, તેનો છેદ કરવો, કોઈ પશુ-પંખી કે માણસના હાથ-પગ-પીંછાં વગેરે કાપવાં, કાન-નાક-વિંધવા, ડામ દેવા, ચામડી ખેંચવી. ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy