SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ---- - ----- અધ્યાય : ૬-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૬) શક્તિતઃ ત્યાગ= ન્યાયપૂર્વક મેળવેલા ધનથી વસ્ત્ર પાત્રાદિનું દાન કરવું. યથાશક્તિ ભોગોનો ત્યાગ. (૭) શક્તિતઃ તપ= શરીર અને મનની શક્તિ પ્રમાણે વૈરાગ્યભાવ સાચવવાપૂર્વક તપશ્ચર્યા કરવી. (૮) સંઘ-સાધુ-સમાધિ= ચતુર્વિધ સંઘ (સમાજ) તથા સાધુ સંતોમાં શાન્તિ રહે તેવું વર્તન કરવું. નિરુપદ્રવતા કરવી. (૯) સંઘ-સાધુ-વેયાવચ્ચ= ચતુર્વિધ સંઘ (સમાજ) તથા - સાધુસંતોની સેવાભક્તિ કરવી. વૈયાવચ્ચ કરવી. (૧૦) અરિહંતભક્તિ= તીર્થંકર પરમાત્માની પૂજા-ભક્તિ-સેવા કરવી. તેમની આજ્ઞાને અનુસરવું. (૧૧) આચાર્યભક્તિ= પંચાચારાદિને પાળનારા આચાર્યોની સેવા-ભક્તિ કરવી. તથા તેમની આજ્ઞાને અનુસરવું. (૧૨) બહુશ્રુતભકિત= ઘણાં શાસ્ત્રો ભણેલા અનુભવી મહાત્માઓની તથા શાસ્ત્રોની સેવા-ભક્તિ કરવી. (૧૩) પ્રવચનભક્તિ= આગમ શાસ્ત્રો ભણવા-ભણાવવા લખવાં-લખાવવાં-પ્રભાવના કરવી. વાચના આપવી. (૧૪) આવશ્યકાપરિહાણિ= સામાયિકાદિ છ આવશ્યકોને સદા આચરવાં. તેમાં હાનિ ન કરવી. (૧૫) મોક્ષમાર્ગપ્રભાવના બીજા જીવો રત્નત્રયી પામે તેવું વર્તન કરવું. અન્ય જીવોને મોક્ષમાર્ગ સમજાવવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy