________________
અધ્યાય : ૬-સૂત્ર-૨૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર
દેશવિરતિસંયમ, અનિચ્છાએ કરાતી નિર્જરા, અને અજ્ઞાનતપ, આ ચારે દેવભવના આયુષ્યબંધનાં કારણો છે.
૧૮૬
(૧) સરાગસંયમ=દેવ-ગુરુ-ધર્મ ઉપરના અતિશય રાગપૂર્વકનો તથા ચારિત્ર અને ચારિત્રવાનું મહાત્મા ઉપરના રાગવાળો સંયમ.
(૨) દેશવિરતિસંયમ=શ્રાવકપણું. અલ્પ વિરતિ અને અલ્પ અવિરતિ. આંશિક વિરતિવાળું સંયમ.
(૩) અકામનિર્જરા=પોતાની ઇચ્છા વિના બીજાના પરવશપણે દુઃખ સહન કરી નિર્જરા કરવી તે. સંસારના સુખોની લાલસાથી તથા અન્યના દબાણથી ધર્મનાં કાર્યો કરવાં તે. (૪) બાલતપ=મિથ્યાત્વ અવસ્થામાં કરાતો તપ, સંસારસુખની ઇચ્છાવાળો તપ. અગ્નિશર્માની જેમ કષાયપૂર્વક કરાતો તપ, રીસ અને રાગથી કરાતો તપ.
અહીં સરાગસંયમ અને સંયમાસંયમ એ જ્યોતિષ્ઠદેવ અને વૈમાનિકદેવના આયુષ્યના બંધનાં કારણો છે. અને અકામનિર્જરા તથા બાલતપ એ ભવનપતિ અને વ્યંતર દેવના આયુષ્યના બંધનાં કારણો છે. ૬-૨૦.
૬-૨૧
योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ યોગવક્રતા વિસંવાદનં ચ અશુભસ્ય નામ્નઃ ૬-૨૧
૬-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org