________________
૧૭૨
અધ્યાય : ૬-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર तीव्रमन्दज्ञाताज्ञातभाव-वीर्याधिकरणविशेषेभ्यस्तविशेषः તીવ્રમન્દજ્ઞાતાજ્ઞાતભાવ-વર્યાધિકરણવિશેષેભ્યસ્તવિશેષ: ૬-૭ તીવ્ર-મન્દ-જ્ઞાત-અજ્ઞાતભાવ-વીર્યઅધિકરણ-વિશેષેભ્યઃ તવિશેષ: ૬-૭
સૂત્રાર્થ-તીવ્રભાવે અને મન્દભાવે, જાણી બુઝીને અથવા અજાણતાં, વધારે તાકાતથી કે હીન તાકાતથી, તથા તીક્ષ્ણશસ્ત્રથી અને સામાન્યશસ્ત્રથી કરાયેલાં પાપોમાં તરતમતા (હીનાધિકતા) હોય છે. ૬-૭.
ભાવાર્થ- (૧) તીવ્ર ભાવ, (૨) મન્દભાવ, (૩) જ્ઞાતભાવ, (૪) અજ્ઞાતભાવ, () વીર્યવિશેષ અને (૬) અધિકરણ વિશેષ આ છના ભેદથી કર્મબંધમાં તફાવત થાય છે. (૧) તીવ્રભાવઃ જે પાપો કરતાં મનમાં તીવ્રતા હોય, જુસ્સો
હોય, પાવર હોય, આવેશ ઘણો હોય, તો કર્મ ચીકણું
બંધાય છે. (૨) મંદભાવ= જે પાપો કરતાં મનમાં મંદભાવ હોય, ન છૂટકે
કરવું પડે, દીલ દુભાતું હોય, તો કર્મ મંદ બંધાય છે. (૩) જ્ઞાતભાવઃ જે પાપ જાણીબુઝીને કરીએ, પાપ થાય છે
એમ જાણવા છતાં તેનો અનાદર કરીને હોંશથી રાચીમાચીને પાપ કરીએ તો તે ચીકણું કર્મ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org