________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૪-૩૫ ૧૫૫
એવી જ રીતે સદશપુદ્ગલોમાં બે અધિક આદિ ગુણોવાળાં પુદ્ગલો હોય તો અવશ્ય બંધ થાય છે. જે પુદ્ગલોમાં ગુણ સંદશતા (રુક્ષની સામે રુક્ષ, અને સ્નિગ્ધની સામે સ્નિગ્ધ પુદ્ગલો) છે. ત્યાં બે ગુણથી અધિક હોય તો જ બંધ થાય છે. એક ગુણ અધિક હોય કે સમાનતા હોય તો બંધ થતો નથી. એટલે કે સમાન હોય તો બંધ થતો નથી એ વાત ૩૪મા સૂત્રમાં કહી જ છે પરંતુ એક ગુણ અધિક હોય તો પણ બંધ થતો નથી એ વાત આ ઉપમા સૂત્રમાંથી નીકળે છે. બે-ત્રણ-ચાર-પાંચ અધિક હોય તો જ બંધ થાય છે. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા સાથે કે ૧૧-૯ ગુણ સ્નિગ્ધતાવાળા સાથે બંધ થતો નથી. પણ ૧૨ ગુણ અધિક, ૧૩ ગુણ અધિક, ૧૪ ગુણ અધિક સ્નિગ્ધતાવાળા સાથે બંધ થાય છે. એવી જ રીતે ૧૦ ગુણ રુક્ષતાવાળા પુગલોનો ૧૦ ગુણ કે ૧૧ ગુણ કે ૯ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૨-૧૩-૧૪-૧૫ આદિ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલો સાથે જ બંધ થાય છે. આ રીતે સમાનમાં અને એકાધિકમાં બંધ ન થાય પરંતુ બે-ત્રણ-ચાર અધિકમાં બંધ થાય છે. પરંતુ આ નિયમ સદેશ પુદ્ગલોમાં જ લાગે છે. પરંતુ વિજાતીય પુદ્ગલો હોય ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. એટલે રુક્ષની સામે સ્નિગ્ધ અને સ્નિગ્ધની સામે રુક્ષ પુદ્ગલો જો હોય તો ૧૦ ગુણવાળાનો ૧૦ ગુણવાળા સાથે પણ બંધ થાય અને ૧૦ ગુણવાળાનો ૧૧ ગુણવાળા સાથે પણ બંધ થાય છે. માટે ઉપરના નિયમો સદશમાં જ સમજવા. સદશાનામ્ આ શબ્દની અનુવૃત્તિ ૩પમા સૂત્રમાં પણ લઈ જવી પ-૩૪, ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org