SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૩ ૧૪૩ ઉંમરવાળો મોટો છે. અને ૨૦ વર્ષની ઉંમરવાળા કરતાં ૧૫ વર્ષની ઉંમરવાળો નાનો છે. એવી જ રીતે આ વસ્તુ જુની છે અને આ વસ્તુ નવી છે ઈત્યાદિમાં કાલની અપેક્ષા રહેલી છે. આ પ્રમાણે ક્ષેત્રકૃત અને પ્રશંસાકૃત પરત્વ-અપરત્વ છોડીને શેષ પરત્વાપરત્વમાં કાલ દ્રવ્યની ઉપકારક્તા જાણવી. આ રીતે મૂલ પાંચ દ્રવ્યોની તથા છઠ્ઠા ઉપચરિત કાલદ્રવ્યની ઉપકારકતા સમજાવી. પ-૨૨. પરસાન્શિવવન્તઃ પુના: પ-૨૩, સ્પર્શરસગર્ધવર્ણવન્તઃ પગલાઃ ૫-૨૩ સ્પર્શ-રસ-ગધ-વર્ણવન્તઃ પગલાઃ પ-૨૩ સૂત્રાર્થ-પગલો વર્ણ-ગંધરસ અને સ્પર્શવાળાં છે. પ-૨૩. ભાવાર્થ-કોઈ પણ પુદ્ગલ દ્રવ્યમાત્ર વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું જ હોય છે. પરમાણુથી માંડીને અનંતાનંતપ્રદેશી ઢંધો સુધીનું સમસ્ત પુદ્ગલ દ્રવ્ય આ ચાર ગુણો યુક્ત જ છે. તેથી પુદ્ગલદ્રવ્ય રૂપી છે. આ વર્ણાદિવાળાપણું પરમાણુએ પરમાણુએ હોવાથી સ્વાભાવિક લક્ષણ છે. કોઈપણ પુદ્ગલ દ્રવ્ય એવું નથી કે જેમાં વર્ણાદિ ચાર ગુણો ન હોય. તથા વર્ણાદિ ગુણો પણ પુગલદ્રવ્યમાં જ હોય છે. અન્ય દ્રવ્યોમાં વર્ણાદિ ગુણો હોતા નથી. એમ અન્વય-વ્યતિરેકથી આ લક્ષણ જાણવું. જેથી તે સ્વાભાવિક લક્ષણ કહેવાય છે. પરંતુ નિયાયિક આદિ દર્શનકારો વાયુમાં ફક્ત એક ૧ સ્પર્શ, તેજમાં રૂપ અને સ્પર્શ એમ ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy