________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૭-૧૮ ૯૧ તેવું) પણ હોય છે દેવ-નારકીનું તથા તદ્ભવ-મોક્ષગામી જીવોનું, ૬૩ શલાકાપુરુષોનું અને યુગલિક-તિર્યંચ-મનુષ્યોનું આયુષ્ય નિયમો અનપવર્તનીય જ હોય છે.
મનુષ્યોનું જન્મ-મરણ ફક્ત રા દ્વીપમાં જ થાય છે. તેથી તે રા દ્વીપને નરક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) પણ કહેવાય છે. પરંતુ તિર્યંચોનું જન્મ-મરણ રા દ્વીપની અંદર પણ હોય છે અને અઢી ટીપની બહાર પણ હોય છે. તિર્યંચો સર્વ દ્વીપસમુદ્રમાં સર્વત્ર હોય છે. તથા વિદ્યાધર મનુષ્યો અને લબ્ધિધારી મનુષ્યો અઢીદ્વીપની બહાર પણ ગમનાગમન કરે છે. પરંતુ તેઓનો જન્મ અને તેઓનું મરણ તો અઢીદ્વીપમાં જ થાય છે.
આવા પ્રકારના એક એકને વીંટળાયેલા, ડબલ ડબલ માપવાળા, (જંબૂદ્વીપ વિનાના શેષ) બંગડીના જેવા આકારના અસંખ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં આઠમો જે દ્વીપ છે તે નંદીશ્વરદ્વીપ છે. કે જેમાં ચારે દિશામાં ૧૩+૧૩ પર્વતો છે : અને દરેક પર્વત ઉપર તીર્થંકર પરમાત્માનું એક એક જિનભવન છે એટલે કુલ પર જિનાલયો છે. તથા છેલ્લો સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તેની પછી અલોક શરૂ થાય છે. આ પ્રમાણે આ અધ્યાયમાં પ્રથમ નારકીનું અને પછી તિર્યંચ-મનુષ્યોનું વર્ણન પૂર્ણ કર્યું, હવે ચોથા અધ્યાયમાં દેવોનું વર્ણન સમજાવીશું. ૩-૧૭-૧૮.
તૃતીય અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
: WWW.jainelibrary.org