________________
ગયેલા નંદિષેણ નામના ગણપતિએ (ગણધરે) ત્યાં રહીને અજિતનાથ અને શાન્તિનાથ પરમાત્માનું આ સ્તવન બનાવ્યું. તે પુંડરિકગિરિ તીર્થ જય પામો. આ પ્રમાણે નંદિષણમહર્ષિ નેમનાથપ્રભુના શિષ્ય હોવાનો પણ ઉલ્લેખ મળે છે. માટે તત્ત્વ શ્રી કેવલિગમ્ય જાણવું.
આ સ્તોત્ર પ્રાકૃત ભાષામાં છે ભિન્ન-ભિન્ન દેશીઓ વાળું છે. દરેક દેશી ગાથાના અંતે ઉલ્લેખ છે. એક વાર અજિતનાથ પ્રભુની સ્તુતિ અને બીજીવાર શાન્તિનાથ પ્રભુની સ્તુતિ, પુનઃ અજિતનાથ પ્રભુની સ્તુતિ એમ ક્રમશઃ સ્તુતિ કરેલ છે.
ભક્તામર સ્તોત્ર :- (૭) લઘુશાન્તિના í આચાર્યદેવશ્રી માનદેવસૂરિજીની પાટે થયેલા આચાર્ય શ્રી માનતુંગસૂરિજી આ ભક્તામરના કર્તા છે. માલવદેશમાં ઉજ્જયિણી નગરીમાં ભોજરાજાની સભામાં મયૂર, બાણ વગેરે પાંચસો પંડિતો ચૌદવિદ્યામાં પ્રવીણ, પશાસ્ત્રના જાણ, દેવની સાન્નિધ્યતાવાળા અને ગર્વિષ્ટ હતા. એકદા મયૂર પંડિતે પોતાની પુત્રી કે જે બાણ પંડિતને પરણાવી હતી તેના ઘર પાસેથી જતાં તે દંપતીનો પરસ્પરનો કલેશ સાંભળ્યો, તે સાંભળી મુખ ઉપર હાંસીના ભાવ આવ્યા. તે દેખી તેની પુત્રીએ મયૂર પંડિતને શ્રાપ દીધો. તે શ્રાપથી મયૂર પંડિતને આખા શરીરે કોઢ રોગ થયો. મયૂરપંડિતે સ્તુતિ દ્વારા સૂર્યદેવને પ્રસન્ન કરી કોઢ રોગ દૂર કર્યો. તેની દૈવિકશક્તિની પ્રસિદ્ધિ વધી. તેની ઈર્ષ્યાથી બાણ પંડિત લોકસમક્ષ પોતાના હાથ-પગ કાપી ચંડીદેવીને પ્રસન્ન કરી પુનઃ હાથ-પગ મેળવ્યા. તેથી તેની પણ સવિશેષ પ્રસિદ્ધિ થઈ. આવા પ્રસંગોથી લોકોમાં શૈવધર્મની પ્રશંસા થઈ.
એકવખત ભોજરાજાએ જૈનશ્રાવકોને પૂછ્યું કે તમારામાં આવી વિદ્યાવાળા શું કોઈ છે? શ્રાવકોએ કહ્યું કે અમારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org