________________
નમિઉણસ્તોત્ર :- (૫) આ સ્તોત્રની રચના કરનાર બૃહદ્ગચ્છીય શ્રી માનતુંગસૂરિ મહારાજ છે. આ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ સ્વરૂપ સ્તોત્ર છે. આ સ્તોત્રમાં (૧) રોગભય, (૨) જળભય, (૩) અગ્નિભય, (૪) સર્પભય, (૫) ચોરરૂપ શત્રુ ભય, (૬) સિંહભય, (૭) ગજભય, અને (૮) યુદ્ધભય એમ આઠભયોનું વર્ણન છે. આ સ્તોત્રના સ્મરણાદિના પ્રભાવે આ આઠ ભયોમાંથી જીવની રક્ષા થાય છે. ગાથા ૧૮મીમાં આ આઠભયોનાં નામ છે. અને બીજી ગાથાથી રથી બે બે ગાથામાં તે એકેક ભયસ્થાનનું કાવ્યમય ભાષામાં ક્રમશઃ વર્ણન છે. ભક્તામર સ્તોત્રના પણ આ જ આચાર્યશ્રી કર્તા છે. અને ત્યાં પણ પહેલાં ભયનું વર્ણન વિસ્તારથી અને પછી ગાથા ૪૩માં સંક્ષેપથી (નામમાત્રથી) વર્ણન કરેલ છે.
અજિતશાન્તિસ્તવન :- (૬) આ સ્મરણમાં પરમાત્મા શ્રી અજિતનાથ અને શ્રી શાન્તિનાથ પ્રભુની સ્તુતિ કરેલી છે. આ સ્તોત્રના કર્તા પ્રભુશ્રી મહાવીરસ્વામીના શાસનમાં થયેલા આગમધર એવા મહર્ષિ શ્રી નંદિષેણઋષિ છે. શત્રુંજયગિરિ ઉપર તીર્થયાત્રાએ ગયેલા તે મહર્ષિ દાદાશ્રી ઋષભદેવનાં દર્શન કરીને તે જ પ્રાસાદમાં સામ-સામે રહેલા એવા શ્રી અજિતનાથ તથા અને શાન્તિનાથ પ્રભુની સ્તુતિ કરવા માટે બન્ને પ્રાસાદની વચ્ચે ઉભા રહી કાયોત્સર્ગ કરી પાળીને ક્રમશ: બન્ને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. શત્રુંજય લઘુકલ્પમાં આ મંદિષેણમહર્ષિને શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય છે એમ કહેલું છે. नेमिवयणेण जत्तागएण, जहिं नंदिषेणगणिवइणा । विहिओ अजिअसंतिथओ, जयउ तयं पुंडरियं तित्थं ॥ १॥
શ્રી નેમિનાથ પ્રભુના વચનથી યાત્રા માટે ત્યાં (પુંડરીકગિરિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org