SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૨૬ આ રપમાં અપર્યાપ્તને બદલે પર્યાપ્ત લઈએ અને પરાઘાત - ઉચ્છવાસ - અશુભવિહાયોગતિ અને દુઃસ્વર ઉમેરીએ તો કુલ ૨૯ પ્રકૃતિઓ થાય છે. ત્યાં ર૯નો બંધ પર્યાપ્ત પ્રાયોગ્ય હોવાથી બાંધનારા જીવોમાં કંઈક શુભ અધ્યવસાય હોય છે. તેથી સ્થિર - અસ્થિર, શુભ - અશુભ અને યશ - અયશ એમ ૩ પ્રતિપક્ષી પ્રવૃતિઓ બંધાય છે. તેથી તેના આઠ આઠ બંધભાંગા ત્રણે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ના બંધમાં થાય છે. તેથી વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ના બંધમાં બેઇન્દ્રિય પ્રાયોગ્યના ૮, ઇન્દ્રિય પ્રાયોગ્યના ૮ અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્યના ૮ એમ કુલ ૨૪ બંધભાંગા થાય છે. આ ૨૯માં ઉદ્યોત નામકર્મ મેળવવાથી વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નો બંધ થાય છે. ત્યાં પણ સ્થિર - અસ્થિર, શુભ -અશુભ અને યશ - અયશના આઠ આઠ બંધભાંગા થવાથી કુલ ૨૪ બંધમાંગા થાય છે. આ પ્રમાણે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ - ૨૯ - ૩૦ એમ ત્રણ બંધસ્થાનક છે અને તેના અનુક્રમે ૩+૨૪+૨૪=કુલ ૫૧ બંધભાંગા થાય છે. તેમાં બેઈન્દ્રિયના ૧+૮+૮=૧૭, ઇન્દ્રિયના પણ ૧+૮+૮=૧૭ અને ચઉરિન્દ્રિયના પણ ૧+૮+૮=૧૭ બંધમાંગા થાય છે. આ એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધના સ્વામી જે કહ્યા છે, તે નિયમા મિથ્યાદૃષ્ટિ માત્ર જાણવા. કારણ કે ચાર જાતિ પહેલા ગુણઠાણે જ બંધાય છે. માટે તપ્રાયોગ્ય બંધ પહેલા ગુણઠાણે જ થાય છે. ૫. તિર્યંચ પ્રાયોગ્ય ૨૫, ૨૯, ૩૦ એમ ૩ બંધસ્થાનક અને ૯૨૧૭ બંધભાંગા પં. તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ વિક્લેન્દ્રિયની જેમ જ કહેવી. માત્ર જાતિ પંચેન્દ્રિય કહેવી. અપર્યાપ્ત પ્રાયોગ્ય આ બંધ હોવાથી સર્વે પ્રકૃતિઓ અશુભ છે. એકેન્દ્રિય કરતાં અંગોપાંગ અને સંઘયણ વધારે બંધાય છે. પ્રતિપક્ષી કોઈ ન હોવાથી એક જ બંધમાંગો થાય છે. (૧) તિર્યંચ ગતિ (૭) તિર્યંચાનુપૂવી (૧૩) અશુભ| આ અપર્યાપ્ત પં. (૨) પંચેન્દ્રિય જાતિ (૮) ત્રસ (૧૪) દુર્ભગ |તિર્યંચ પ્રાયોગ્ય બંધ (૩) ઔદા. શરીર (૯) બાદર (૧૫) અનાદેય જાણવો. પ્રતિપક્ષી ન (૪) ઔદા.અંગોપાંગ|(૧૦) અપર્યાપ્ત [(૧૬) અયશ | હોવાથી એક જ બંધમાંગો (૫) છેવટ્ટ સંઘયણ (૧૧) પ્રત્યેક |(૧૭ થી ૨૫) થાય છે. (૬) હુંડક સંસ્થાન (૧૨) અસ્થિર | નવ ધ્રુવબંધી આ ર૫માં પરાઘાત - ઉચ્છવાસ - વિહાયોગતિ અને સ્વર એમ ચારનો બંધ અધિક લેવાથી ર૯નું બંધસ્થાનક થાય છે. એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય કરતાં પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ જીવો વિશિષ્ટાવસ્થાવાળા હોવાથી તે ભવમાં જનારા જીવોને કેટલીક પ્રકૃતિઓ પ્રતિપક્ષરૂપે વધારે બંધાય છે. તેથી બંધભાંગા વધારે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy