________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૨૧-૨૨
૪૭
૧૦ ઉદયભાંગા તથા દસમા ગુણઠાણે અબંધે એકના ઉદયનો ૧ ઉદયભાંગો જે થાય છે તે મેળવતાં ૧ના ઉદયે કુલ ૪ + ૩ + ૨ + ૧ + ૧ = ૧૧ ઉદયભાંગા થાય છે. જો કે પ્રથમના જે ચાર ભાંગા છે તેમાં ક્રોધ-માન-માયા-લોભ પ્રતિપક્ષી છે. ૩-૨-૧ના બંધે તથા અબંધે પણ આ ચારમાંના જ પાછલા-પાછલા ઉદયભાંગા હોય છે, તો પણ બંધસ્થાનક ભિન્ન ભિન્ન હોવાથી ઉદયભાંગા ભિન્ન ભિન્ન ગણાય છે. આ પ્રમાણે ૪૦ ચોવીસીના ૪૦ × ૨૪ = ૯૬૦ તથા બેના ઉદયના ૧૨ અને એકોદયના ૧૧ ઉદયભાંગા મેળવતાં મોહનીયકર્મના કુલ ઉદયભાંગા સ્વમતે ૯૬૦ + ૧૨ + ૧૧ = ૯૮૩ થાય છે અને મતાન્તરે ૯૬૦ + ૨૪ + ૧૧ = ૯૯૫ થાય છે.
नव पंचाणउअसए, उदयविगप्पेहिं मोहिआ जीवा । अउत्तरिएगुत्तरि पयविंदसएहिं विन्नेआ ।। २१ ।। नव तेसीइसएहिं, उदयविगप्पेहिं मोहिआ जीवा । અકબુત્તરિ સીયાલા, પવિવસદ્ધિ વિશેવા ।। ૨૨ ।। નવ પન્નુનવત્યધિશતૈ:, ઉદ્યવિÑ: મોહિતા: નીવા:। एकोनसप्ततिभिरेकसप्तत्यधिकैः पदवृन्दशतैः विज्ञेयाः ।। २१ ।। नव त्र्यशीत्यधिकशतैः, उदयविकल्पैः मोहिताः जीवाः । જોનાસતિમિશ્ચતુઃસસત્યધિ: પવૃન્દ્રશđઃ વિજ્ઞેયાઃ ।।૨૨।।
ગાથાર્થ - મતાન્તરે ૯૯૫ ઉદય વિકલ્પો વડે (ઉદયભાંગાઓ વડે) અને ૬૯૭૧ ઉદયપદવૃંદો વડે મોહિત થયેલા સંસારી જીવો જાણવા. તથા સ્વમતે ૯૮૩ ઉદય વિકલ્પો વડે અને ૬૯૪૭ પવૃંદો વડે મોહિત થયેલા સંસારી જીવો જાણવા.
// ૨૧-૨૨ ।।
વિવેચન - દસ આદિ ઉદયસ્થાનોની જે ૪૦ ચોવીસીઓ કહી તેના ઉદયભાંગા ૪૦ × ૨૪ = ૯૬૦ તથા મતાન્તરે બેના ઉદયના ૧૨ + ૧૨ = ૨૪ અને એકના
(૧) સ્વમત પહેલો મુકી મતાન્તર પછી મુકવો જોઈએ પરંતુ ચૂર્ણિમાં તથા ટીકામાં મતાન્તર પહેલો અને સ્વમત પછી છે તથા ગાથા પણ મતાન્તરવાળી ૨૧ અને સ્વમતવાળી ૨૨મી છે. એટલે અમે પણ ગાથા તે પ્રમાણે આપી
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org