________________
૪૬
ગાથા : ૨૦
છઠ્ઠો કર્મગ્રંથ ૩ - ૧ કુલ ૮ ચોવીસી ઉદયભાંગા થાય છે. સાસ્વાદને ૨૧ના બંધે ૭ - ૮ - ૯ એમ ૩ ઉદયસ્થાનક અને અનુક્રમે ૧ - ૨ - ૧ કુલ ૪ ચોવીસી ઉદયભાંગા થાય છે. મિશ્ર અને અવિરતે ૧૭ના બંધે ૬ - ૭ - ૮ - ૯ એમ કુલ ૪ ઉદયસ્થાનક અને અનુક્રમે ૧ - ૪ - ૫ - ૨ એમ ૧૨ ઉદયચોવીસી ભાંગા થાય છે. દેશવિરતે ૧૭ના બંધે ૫ - ૬ - ૭ - ૮ એમ ૪ ઉદયસ્થાનક અને અનુક્રમે ૧-૩-૩-૧ કુલ ૮ ચોવીસી ઉદયભાંગા થાય છે તથા ૯ના બંધે ૪-૫-૬-૭ એમ કુલ ૪ ઉદયસ્થાનક અને અનુક્રમે ૧-૩-૩-૧ એમ ૮ ચોવીસી ઉદયભાંગા થાય છે. આ પ્રમાણે આ સઘળી ચોવીસી જો મેળવવામાં આવે તો દસ વગેરે ઉદયસ્થાનકોમાં ૧-૬-૧૧-૧૦-૭-૪-૧ મળીને ૪૦ ચોવીસીઓ થાય છે. તેનું ચિત્ર આ પ્રમાણે -
| ૨૨નો ૨૧નો ૧૭નો ૧૩નો | ૯નો | કુલ
બંધ | બંધ | બંધ | બંધ | બંધ | બંધ ૧૦ના ઉદયે ૧ ૯ના ઉદયે | ૮ના ઉદયે ૭ના ઉદયે ૬ના ઉદયે પના ઉદયે ૪ના ઉદયે કુલ | ૮ | ૪ | ૧૨
| ૮ | ૪૦
I
s
આ ચાલીસે ચોવીસીઓ ચોવીસી સ્વરૂપ હોવાથી એક-એકમાં ૨૪ - ૨૪ ઉદયભાંગા થાય છે. તેથી ૪૦ x ૨૪ = ૯૬૦ ઉદયભાંગા દશના ઉદયથી ચારના ઉદય સુધીમાં થાય છે તથા બેનો ઉદય ગ્રંથકારશ્રીના મતે માત્ર પાંચના બંધે જ છે. ત્યાં વેદ અને કષાયગુણિત ૧૨ જ ઉદયભાંગા થાય છે. તો પણ મતાન્તરે ચારના બંધના પ્રારંભમાં કેટલોક કાલ વેદનો ઉદય હોય છે. તેથી તે મતે ચારના બંધે પણ પ્રારંભમાં વેદ અને કષાય ગુણિત ૧૨ ઉદયભાંગા થાય છે. બન્ને મળીને બેના ઉદયના ર૪ ઉદયભાંગ મતાન્તરે જાણવા તથા એકના ઉદયે ચારના બંધે ૪, ત્રણના બંધે ૩, બેના બંધ ૨ અને એકના બંધે ૧ એમ કુલ નવમા ગુણઠાણે એકના ઉદયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org