________________
નામકર્મ-સંયમમાર્ગણા
૩૫૫
૨૮ના વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવોના ૧૬ અને નારકનો ૧ એમ ૪૧, ૨૯ના પણ આજ ૪૧, ૩૦ના સ્વરવાળા સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૮, દેવોના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨ એમ (૨૩૨૦) ત્રેવીશસો વીશ અને ૩૧ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ એમ સાતે ઉદયસ્થાને મળીને કુલ (૩૬૧૩) છત્રીશસો તેર ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાન ૯૨ - ૮૯ અને ૮૮ આ ત્રણ હોય છે. ૯૩ નું સત્તાસ્થાન પહેલા ૩ ગુણસ્થાનકે સંભવતું જ નથી. અને ૭૮ તેમજ ૮૦ નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાંથી આવેલા જીવને સંશી પંચેન્દ્રિયમાં અમુક કાળ પર્યંત જ હોય છે. તેથી આ સત્તાસ્થાનોમાં વિભંગજ્ઞાન સંભવતું નથી. અને ૮૬ નું સત્તાસ્થાન પણ ૮૦ની સત્તાવાળા એકેન્દ્રિય જીવો જ્યારે પંચેન્દ્રિયમાં આવી પર્યાપ્ત અવસ્થામાં પ્રથમ દેવ અથવા નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે અન્તર્મુહૂર્ત કાલ સુધી જ સંભવે છે. તેથી તે વખતે પણ વિભંગજ્ઞાન સંભવતું નથી. તથા બીજાં સત્તાસ્થાનો સમ્યક્ત્વીને તથા શ્રેણીમાં જ ઘટતાં હોવાથી અહીં સંભવતાં નથી. બનરકાયુ મનુષ્ય ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી જિનનામ નિકાચિત કરી મિથ્યાત્વ પામી નરકમાં ઉત્પન્ન થાય ત્યારે વિભંગજ્ઞાનમાં ૮૯ નું સત્તાસ્થાન ઘટે છે.
સંયમ માર્ગણા :
અવિરત સંયમમાં પ્રથમનાં ૬ બંધસ્થાન તેમજ ૩૦ના બંધનો આહારકદ્ધિક સહિત દેવપ્રાયોગ્યનો ૧ અને ૩૧ તથા ૧ના બંધનો ૧ ૧ એમ ૩ વિના (૧૩૯૪૨) તેર હજાર નવસો બેતાલીશ બંધભાંગા હોય છે. ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન તેમજ યતિ અને કેવળીમાં જ સંભવતા અનુક્રમે ૧૦ અને ૮ આ ૧૮ વિના (૭૭૭૩) સાત હજાર સાતસો હોંતેર ઉદયભાંગા હોય છે. માત્ર ક્ષપક શ્રેણીમાં જ ઘટતાં ૫ સત્તાસ્થાન વર્જી ૯૩ આદિ પ્રથમનાં ૬ અને ૭૮ એમ ૭ સત્તાસ્થાનો હોય છે.
દેશિવરતિ સંયમ : પાંચમા ગુણસ્થાનકે બતાવ્યા મુજબ ૨૮ અને ૨૯ એ ૨ બંધસ્થાન અને ૧૬ બંધભાંગા, ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીનાં ૬ ઉદયસ્થાન અને ૩૦ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા ૧૪૪, સા. મનુષ્યના ૩૦ના ઉદયના ૧૪૪, ૩૧ના ઉદયના પંચેન્દ્રિય તિર્યંચના ૧૪૪, વૈક્રિય મનુષ્યના ઉદ્યોત વિનાના ૪, અને વૈક્રિય તિર્યંચના ૭ એમ કુલ ૪૪૩ ઉદયભાંગા તેમજ ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાનો હોય છે.
સામાયિક તથા છેદોપસ્થાપનીય સંયમ : મન:પર્યવજ્ઞાનમાં બતાવ્યા મુજબ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org