________________
૩૫૪
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) કેવળજ્ઞાનમાં ૨૪ અને ૨૫ વિના ૧૦ ઉદયસ્થાન, ૬૨ ઉદયભાંગા અને ૭૮ વિના ૮૦ થી ૮ સુધીનાં ૬ સત્તાસ્થાનો હોય છે.
મતિ-શ્રુતઅજ્ઞાનમાં ૨૩ આદિ પ્રથમનાં ૬ બંધસ્થાન તેમજ મિથ્યાત્વ ગુણસ્થાનકે બતાવ્યા મુજબ દરેક બંધસ્થાનના કુલ તેર હજાર નવસો છવ્વીશ બંધભાંગા (૧૩૯૨૬) હોય છે.
ઉદયસ્થાન : ૨૧ અને ૨૪ થી ૩૧ સુધીનાં ૯ અને યતિમાં જ ઘટતા ૧૦ તેમજ કેવળીના ૮ એમ ૧૮ વિના શેષ (૭૭૭૩) સાત હજાર સાતસો હોંતેર ઉદયભાંગ હોય છે. અને સત્તાસ્થાન ૯૨ - ૮૯ - ૮૮ - ૮૬ - ૮૦ અને ૭૮ આ ૬ હોય છે.
વિર્ભાગજ્ઞાન : અહીં પણ મતિ અજ્ઞાનની જેમ ૨૩ આદિ ૬ બંધસ્થાન અને (૧૩૯૨૬) તેર હજાર નવસો છવ્વીશ બંધમાંગા હોય છે.
આ જ્ઞાનની બાબતમાં બે મતો પ્રવર્તે છે. એક મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત સંશી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોઈ શકે છે. તેથી આ મત પ્રમાણે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાનો હોય છે. અને એકેન્દ્રિયના ૪૨, વિકસેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪, કેવળીના ૮ અને યતિમાં જ સંભવતા ઉત્તર શરીરીના ૧૦ એમ ૧૩૦ ઉદયભાંગામાં વિર્ભાગજ્ઞાનનો સંભવ ન હોવાથી શેષ (૭૬૬૧) સાત હજાર છસો એકસઠ ઉદયભાંગા હોય છે.
બીજા મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચને પણ અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. માત્ર અપર્યાપ્ત અવસ્થામાં દેવો અને નારકોને જ ભવપ્રત્યયિક હોવાથી વિર્ભાગજ્ઞાન હોય છે. તેથી આ બીજા મત પ્રમાણે ૨૬ નું ઉદયસ્થાન માત્ર મનુષ્ય અને તિર્યંચને જ અપર્યાપ્ત અવસ્થામાં હોવાથી અહીં ઘટતું નથી. તેથી ૨૫ અને ૨૭ થી ૨૯ સુધીનાં ઉદયસ્થાનો વૈક્રિય શરીરી તિર્યંચ તથા મનુષ્યોની અપેક્ષાએ તેમજ આ ૪ અને ૨૧ એમ ૫ ઉદયસ્થાનો દેવો તથા નારકોની અપેક્ષાએ અને પર્યાપ્ત તિર્યચ-મનુષ્યો તેમજ દેવોની અપેક્ષાએ યથાસંભવ ર૯ થી ૩૧ સુધીનાં ઉદયસ્થાનો હોય છે. તેથી ૨૧, ૨૫ અને ૨૭ થી ૩૧ પર્વતનાં ૫ એમ કુલ ૭ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં ૨૧ના ઉદયે દેવોના ૮ નારકનો ૧ એમ ૯, ૨પના દેવોના ૮, નારકનો ૧, વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૨૫, ૨૭ના આજ ૨૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org