________________
૩૫૬
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ૨૮ આદિ ૫ બંધસ્થાન, ૧૯ બંધભાંગા, ૨૫ અને ૨૭ થી ૩૦ પર્યાનાં ૫ ઉદયસ્થાન, ૧૫૮ ઉદયભાંગા અને ૯૩ આદિ ૮ સત્તાસ્થાન હોય.
પરિહાર વિશુદ્ધિસંયમ : ૨૮ આદિ ૪ બંધસ્થાન અને ૧૮ બંધભાંગ હોય છે. આ સંયમમાં વર્તમાન જીવો લબ્ધિ ફોરવતા નથી તેમજ પ્રથમ સંઘયણી જ હોય છે. માટે ૩૦ નું ૧ ઉદયસ્થાન અને સામાન્ય મનુષ્યના પ્રથમ સંઘયણના છ સંસ્થાન, બે વિહાયોગતિ તેમજ બે સ્વર સાથેના ૨૪ ઉદયભાંગા, અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાનો હોય છે.
સૂક્ષ્મ સંપરાય : ૧ નું ૧ બંધસ્થાન, ૧ બંધમાંગો, ૩૦ નું ૧ ઉદયસ્થાન અને અહીં પ્રથમ ત્રણ સંઘયણ જ હોવાથી ૭૨ ઉદયભાંગા તેમજ ઉપશમ શ્રેણી આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને ક્ષપકશ્રેણી આશ્રયી ૮૦ આદિ બીજાં ૪ એમ ૮ સત્તાસ્થાનો હોય છે.
યથાખ્યાત સંયમ : આ સંયમમાં બંધ નથી. અને ૨૪ તેમજ ૨૫ વિના ૧૦ ઉદયસ્થાન, કેવલી પ્રભુના ૬૨, તથા ઉપશમશ્રેણીમાં ૩૦ ના ઉદયના બીજા-ત્રીજા સંઘયણના ૪૮ સર્વે મળીને ૧૧૦ ઉદયભાંગા તેમજ ૮૬ અને ૭૮ વિના ૧૦ સત્તાસ્થાન હોય છે.
દર્શન માર્ગણા : અચક્ષુ દર્શન તથા ચક્ષુ દર્શનમાં ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસો પીસ્તાલીશ બંધમાંગા હોય છે.
ત્યાં અચક્ષુદર્શનમાં માત્ર કેવળીમાં જ સંભવતાં ૩ ઉદયસ્થાન વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં ૯ ઉદયસ્થાન અને કેવળીના ૮ વિના (૭૭૮૩) સાત હજાર સાતસો ત્યાસી ઉદયભાંગા અને ૯ તથા ૮ વિના શેષ ૧૦ સત્તાસ્થાન હોય છે.
- ચક્ષુદર્શન : લબ્ધિ પર્યાપ્ત જીવોને ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ શેષ ઈન્દ્રિયોથી અપર્યાપ્ત અવસ્થામાં પણ કેટલાએક આચાર્ય મહારાજા ચક્ષુદર્શન માને છે. તેમજ ઉત્તર શરીર બનાવનારને ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા પહેલાં પણ મૂળ શરીરની અપેક્ષાએ ચક્ષુદર્શન હોય જ છે. તેથી વૈક્રિય તિર્યંચ, વૈક્રિય-મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ આ ૨ ઉદયસ્થાનો અને સામાન્યથી સર્વ જીવો આશ્રયી ૨૮ થી ૩૧ પર્વતનાં ૪ એમ કુલ ૬ ઉદયસ્થાનો હોય છે.
ત્યાં ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને મનુષ્યના ૮ - ૮ તેમજ આહારકનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org