________________
નામકર્મ-વેદ માર્ગણા
૩૫૧ ત્યાં ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ એમ ૧૭, ૨૭ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૭, ૨૮ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૯ અને આહારકના ૨ એમ ૨૭, ૨૯ના ઉદયે ઉપર પ્રમાણે ૨૭, અને સ્વરવાળા દેવતાના આઠ તથા નારકનો ૧ એમ ૩૬, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના સ્વરવાળા (૧૧૫૨) અગિયારસો બાવન, મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવન, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યનો ૧, આહારકનો ૧, અને દેવતાના ૮ એમ (૨૩૨૨) ત્રેવીસસો બાવીશ, ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર અને તીર્થકરનો ૧ એમ ૧૧૫૩ ઉદયભાંગા થાય છે.
૭૮ નું સત્તાસ્થાન તેઉકાય-વાઉકાયને તેમજ ત્યાંથી આવેલા જીવોને અન્ય તિર્યંચમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને ૯ તથા ૮ નું સત્તાસ્થાન અયોગીના ચરમ સમયે જ હોય છે. અને તે અવસ્થામાં મનોયોગ ન હોવાથી આ ત્રણ સત્તાસ્થાન વિના ૯૩ આદિ ૯ સત્તાસ્થાન હોય છે.
વચનયોગમાં પણ ઉદયસ્થાન-ઉદયભાંગા અને સત્તાસ્થાનો મનોયોગ પ્રમાણે જ હોય છે. પરંતુ વિકસેન્દ્રિયોને પણ વચનયોગ હોવાથી સ્વરવાળા ૩૦ના ઉદયના ત્રણેના ૪ - ૪ મળી ૧૨ અને આજ પ્રમાણે ૩૧ના ઉદયના ૧૨ એમ આ બે ઉદયસ્થાનમાં મનોયોગમાં બતાવેલ ભાંગાઓથી ૧૨ - ૧૨ ભાંગા અધિક કરતાં છએ ઉદયસ્થાને મળી (૩પ૭૨) પાંત્રીશસો હોંતેર ને બદલે (૩૫૯૬) પાંત્રીશસો છ– ઉદયભાંગા હોય છે. આટલી વિશેષતા છે.
કાયયોગ અયોગી ગુણસ્થાનક સિવાયના દરેક જીવોને હોવાથી માત્ર અયોગી અવસ્થામાં જ ઘટતાં ૯ અને ૮ સિવાયનાં ૧૦ ઉદયસ્થાન અને આના જ ૨ ઉદયભાંગા વિના (૭૭૮૯) સાત હજાર સાતનો નેવાશી ઉદયભાંગા અને આ જ ૨ સત્તાસ્થાન વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાનો હોય છે.
વેદ માર્ગણા : ત્રણે વેદોમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસો પીસ્તાલીશ બંધમાંગા હોય છે.
પુરુષવેદ : ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયોને જ હોય છે. અને તેઓને પુરુષ તથા સ્ત્રીવેદનો ઉદય હોતો નથી, તેમજ ૨૦ - ૯ અને ૮ નું ઉદયસ્થાન કેવળી ભગવંતોને જ હોય છે, અને તેઓને કોઈપણ વેદનો ઉદય ન હોવાથી આ ચાર વિના ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાનો હોય છે. અહીં ભાવ વેદની વિવક્ષા કરી છે, પણ દ્રવ્યવેદની વિવક્ષા કરી નથી, આ ધ્યાનમાં રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org