________________
૩૫ ૨
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ઉદયભાંગા ઃ એકેન્દ્રિય ૪૨, વિકસેન્દ્રિયના ૬૬, કેવળીના ૮ અને નારકના ૫ એમ ૧૨૧ વિના શેષ (૭૬૭૦) સાત હજાર છસો સીત્તેર ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર આ પ્રમાણે : ૨૧ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, મનુષ્યના ૯, દેવતાના ૮, એમ ૨૬. ૨૫ ના વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારકનો ૧ અને દેવતાના ૮ એમ ૨૫. ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯ અને સામાન્ય મનુષ્યના ૨૮૯ એમ ૫૭૮. ૨૭ ના ૨૫ની જેમ ૨૫. ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, વૈક્રિય તિર્યચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨ અને દેવતાના ૧૬ એમ (૧૧૯૫) અગિયારસો પંચાણું, ર૯ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨ અને દેવતાના ૧૬ એમ (૧૭૭૧) સત્તરસો એકોતેર. ૩૦ના સામાન્ય તિર્યંચના (૧૭૨૮) સત્તરસો અટ્ટાવાસ, વૈક્રિય તિર્યંચના ૮, સામાન્ય મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવન, વૈક્રિય મનુષ્યનો ૧, આહારકનો ૧ અને દેવતાના ૮ એમ (૨૮૯૮) અઠ્ઠાવીસસો અટ્ટાણું. ૩૧ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન છે.
સત્તાસ્થાન : ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાનો હોય છે.
સ્ત્રી વેદમાં પણ ઉદયસ્થાન, ઉદયભાંગા તેમજ સત્તાસ્થાન પુરુષવેદ પ્રમાણે જ છે. પરંતુ સ્ત્રીઓને આહારક શરીર ન હોવાથી આહારકના ૭ ભાંગા બાદ કરતાં શેષ (૭૬૬૩) સાત હજાર છસો ત્રેસઠ ઉદયભાંગા હોય છે. અને આહારકને સંભવતા ઉદયસ્થાનોમાં પણ આહારકના ભાંગા બાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ પુરુષવેદની જેમ જ છે.
નપુંસકવેદ એકેન્દ્રિયને પણ હોય છે. માટે ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતના ૯ ઉદયસ્થાન તેમજ દેવતાઓને નપુંસકવેદ ન હોવાથી તેમના ૬૪ અને કેવળીના ૮ એમ ૭૨ વિના (૭૭૧૯) સાત હજાર સાતસો ઓગણીશ ઉદયભાંગા હોય છે. ઉદયસ્થાનવાર ભાંગી સુગમ હોવાથી પોતાની મેળે જ ગણવા. સત્તાસ્થાનો અહીં ૯૩ આદિ પ્રથમનાં ૧૦ છે. ૯ અને ૮ નું સત્તાસ્થાનક હોતું નથી.
કષાય માર્ગણા : ક્રોધાદિક ચારે કષાયમાં ર૩ આદિ ૮ બંધસ્થાન. (૧૩૯૪૫) તેર હજાર નવસો પસ્તાલીશ બંધભાંગા અને કેવળીમાંજ ઘટતાં ઉદયસ્થાન તથા ઉદયભાંગા અને સત્તાસ્થાન બાદ કરી શેષ ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતના ૯ ઉદયસ્થાન, કેવલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org