________________
૩૪૦
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) અગિયારસો છપ્પન. ૨૮ના સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯૨ આદિ ૪ માટે (૨૩૦૪) ત્રેવીસસો ચાર, અને વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૨ - ૮૮ છે તેથી ૧૬ કુલ (૨૩૨૦) ત્રેવીસસો વીશ. ૨૯ ના ઉદયે પણ એ જ પ્રમાણે (૨૩૨૦) ત્રેવીસસો વીશ અને મતાંતરે આહારકનો ૧ ભાંગો લઈએ તો ૯૨નું ૧ વધારે તેથી (૨૩૨૧) ત્રેવીસસો એકવીશ અને ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવનમાં ૯૨ આદિ ૪ તેથી ૪૬૦૮ અને મતાંતરે આહારકનો ૧ ભાંગો લઈએ તો ૯૨નું એક વધારે ઘટવાથી (૪૬૦૯) છેતાલીશસો નવ - એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૦૪૭૨ અને મતાંતરે ૧૦૪૭૪ હોય છે.
૩૧ અને ૧નો બંધ તેમજ અબંધ આ માર્ગણામાં જ હોવાથી સામાન્ય સંવેધમાં બતાવેલ છે. તે જ પ્રમાણે હોય છે. માટે વિસ્તારના ભયથી ફરીથી બતાવવામાં આવેલ નથી. દેવગતિ :
આ માર્ગણામાં જીવો પર્યાપ્ત બાદર પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય તેમજ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે છે. માટે ૨૫ - ૨૬ - ૨૯ અને ૩૦ આ ૪ બંધસ્થાનક હોય છે.
ત્યાં ૨૫ના બંધે બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્યના ૮. ૨૬ ના બંધે ૧૬ બંધભાંગા હોય છે. ૨૯ના બંધે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્યના (૪૬૦૮) છેતાલીશસો આઠ અને મનુષ્ય પ્રાયોગ્યના ૪૬૦૮ એમ (૯૨૧૬) બાણું સો સોળ અને ૩૦ના બંધે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્યના (૪૬૦૮) છેતાલીશસો આઠ અને મનુષ્ય પ્રાયોગ્યના આઠ એમ ૪૬૧૬ એ પ્રમાણે ચારે બંધસ્થાને મળી કુલ બંધમાંગા (૧૩૮૫૬) તેર હજાર આઠસો છપ્પન થાય છે.
ઉદયસ્થાન ઃ અહીં દેવના પોતાના ૨૧ અને ૨૫ થી ૩૦ એમ ૬ ઉદયસ્થાનો અને ૬૪ ઉદયભાંગા હોય છે.
૯૩ - ૯૨ - ૮૯ અને ૮૮ એમ સામાન્યથી ૪ સત્તાસ્થાન હોય છે.
૨૫ના બંધનો સંવેધ : આ બંધસ્થાનને બાંધતા દેવતાનાં છએ ઉદયસ્થાને સામાન્યથી ૯૨ - ૮૮ એમ ૨ - ૨ અને ઉદયસ્થાન ગુણિત ૧૨ તેમજ દરેક ઉદયભંગમાં પણ આ બે - બે સત્તા હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૪ x ૨ = ૧૨૮ હોય છે. અને ૨૬ના બંધે પણ સંવેધ એજ પ્રમાણે સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org