________________
નામકર્મ-મનુષ્યગતિ માર્ગણા
૩૩૯ - ૧ એમ કુલ (૩૪૯૨) ચોત્રીશસો બાણું. ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે (૩૪૯૨) ચોત્રીસો બાણું. ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવનમાં ૯૩ આદિ ૬ - ૬ તેથી (૬૯૧૨) છ હજાર નવસો બાર, વૈક્રિયના ૧ માં ૯૩ અને ૮૯, અને આહારકના ૧ માં ૯૩ નું ૧ કુલ ૬૯૧૫, એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાન (૧૫૭૪૯) પંદર હજાર સાતસો ઓગણપચાસ થાય છે. ૩૦ના બંધનો સંવેધ :
અહીં મનુષ્યો ઉદ્યોત સહિત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય તથા તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નો બંધ કરે ત્યારે તેના (૪૬૩૨) છેતાલીશસો બત્રીશ બંધભાંગા અને આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ નો બંધ કરે ત્યારે ૧ એમ ૩૦ના બંધના કુલ બંધભાંગા (૪૬૩૩) છેતાલીસસો તેત્રીશ હોય છે.
ઉદયસ્થાન ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૬ એમ કુલ ૭ હોય છે. અને ઉદયભાંગા કેવળીના ૮ અને યતિમાંજ ઘટતા ૧૦ એમ ૧૮ વિના શેષ (૨૬૩૪) છવ્વીસસો ચોત્રીશ હોય છે. અને ૩૦ના બંધે સામાન્ય સંવેધમાં બતાવ્યા મુજબ આહારકના ૨૯ અને ૩૦ના ઉદયનો ૧ - ૧ એમ ૨ ભાંગા લઈએ તો (૨૬૩૬) છવ્વીસસો છત્રીશ ઉદયભાંગા હોય છે.
દરેક ઉદયસ્થાને ભાંગા આ પ્રમાણે ઃ ૨૧ના ઉદયે મનુષ્યના ૯. ૨૫ ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮. ૨૬ ના ૨૮૯. ર૭ ના વૈક્રિય મનુષ્યના ૮. ૨૮ ના સામાન્ય મનુષ્યના પ૭૬, અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૫૮૪. ૨૯ ના પણ એજ પ્રમાણે ૫૮૪ અને મતાંતરે એક આહારક ભાગ સહિત ૫૮૫. ૩૦ ના ૧૧૫ર અને મતાંતરે આહારકના ૧ સહિત (૧૧૫૩) અગિયારસો ત્રેપન ઉદયભાંગા થાય છે.
અહીં ૩૦ ના બંધે ૯૨ - ૮૮ - ૮૬ અને ૮૦ આ ૪ અને આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ના બંધે એક ૯૨ નું સત્તાસ્થાન હોવાથી સામાન્યથી ૪ સત્તાસ્થાનો હોય છે. આ ગતિમાં ૩૦ના બંધે જિનનામનો બંધ ન હોવાથી ૯૩ અને ૮૯ નાં સત્તાસ્થાન ઘટતાં નથી. ત્યાં ૨૫ અને ૨૭નો ઉદય વૈક્રિય મનુષ્યને જ હોવાથી ૯૨ - ૮૮ બે-બે માટે ૪ અને શેષ ૫ ઉદયસ્થાને ૪ - ૪ તેથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૨૪ હોય છે.
- ઉદયભાંગા વાર સત્તાસ્થાનો આ પ્રમાણે ઃ ૨૧ના ઉદયે નવે ભાંગામાં ૯૨ આદિ ૪ - ૪ હોવાથી ૩૬. ૨૫ અને ૨૭ના ઉદયે ૮ – ૮ ભાંગામાં ૯૨ - ૮૮ બે-બે માટે ૧૬ - ૧૬. ૨૬ ના ૨૮૯ માં ૯૨ આદિ ૪ - ૪ હોવાથી (૧૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org