________________
૩૩૮
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) નરક પ્રાયોગ્ય ૨૮ના બંધમાં જ કેમ હોય છે ? વગેરે ૨૮ના બંધે સામાન્ય સંવેધમાં બતાવેલ હોવાથી જિજ્ઞાસુએ ત્યાંથી પાના નંબર ૧૦૪-૧૦૫ માંથી જોઈ લેવું.
ઉદયભંગવાર સત્તાસ્થાન વિચારીએ તો આહારકના સાતે ભાંગામાં આહારક ચતુષ્કની સત્તા અવશ્ય હોવાથી ૯૨નું ૧ - ૧, તેથી ૭, ૩૦ના ઉદયના સામાન્ય મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨ આદિ ૪ - ૪ માટે ૪૬૦૮, શેષ વૈક્રિય મનુષ્યના ૩૫ અને સામાન્ય મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં ઘટતા ૧૪૪૮ - એમ ૧૪૮૩ ભાંગામાં ૯૨ - ૮૮ બે-બે તેથી ૨૯૬૬ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો (૭૫૮૧) સાત હજાર પાંચસો એકાશી થાય છે. દરેક ઉદયસ્થાને ઉદયભંગવાર સત્તાસ્થાનો સુગમ હોવાથી અલગ બતાવેલ નથી. દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધનો સંવેધ તથા નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધનો સંવેધ સામાન્ય સંવેધમાંથી જાણી લેવો. ૨૯ના બંધનો સંવેધ :
૨૯ પ્રકૃતિ બાંધતા મનુષ્યોને સામાન્યથી ૭ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા આ માર્ગણામાં બતાવ્યા પ્રમાણે સમજી લેવી. સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૬ હોય છે. ત્યાં તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૯૨ - ૮૮ - ૮૬ અને ૮૦ આ ૪ - ૪ સત્તાસ્થાનો હોય છે. અને જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ના બંધે ૯૩ અને ૮૯ આ ૨ સત્તાસ્થાનો હોય છે.
ઉદયસ્થાન વાર વિચારીએ તો ૨૫ અને ૨૭નો ઉદય માત્ર વૈક્રિય તથા આહારકને જ હોવાથી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને શેષ ૫ ઉદયસ્થાનમાં ૯૩ આદિ છ-છ હોવાથી ૩૦, બને મળીને કુલ ૩૮ સત્તાસ્થાન હોય છે. ઉદય ભંગવાર સત્તાસ્થાનો આ પ્રમાણે :
૨૧ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૮ માં ૯૩ આદિ ૬ - ૬ તેથી ૪૮ અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૧ માં ૯૨ - ૮૮ - ૮૬ અને ૮૦ આ ૪, કુલ ૫૨. ૨૫ ના વૈક્રિયના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, અને આહારકના ૧ માં ૯૩નું ૧ એમ ૩૩. ૨૬ ના પર્યાપ્તના ૨૮૮ માં ૯૩ આદિ ૬ - ૬ તેથી (૧૭૨૮) સારસો અઠ્ઠાવીસ, અને અપર્યાપ્તના ૧ માં ૯૨ - ૮૮ - ૮૬ અને ૮૦ આ ૪ કુલ (૧૭૩૨) સત્તરસો બત્રીશ. ૨૭ના ૯ ભાંગામાં રપના ઉદય પ્રમાણે ૩૩. ૨૮ ના સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯૩ આદિ ૬ - ૬ માટે (૩૪પ૬) ચોત્રીશસો છપ્પન, અને વૈક્રિયના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, ઉદ્યોત સહિત વૈક્રિયના ૧ માં ૯૩ અને ૮૯, અને આહારકના ૨ માં ૯૩ – ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org