________________
૩૩૪
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ૩૦ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨ - ૮૮ બે-બે તેથી ૧૬ અને શેષ ૧૭૪૬ માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૬૯૮૪. એમ કુલ સાત હજાર. (૭૦૦૦)
અને ૩૧ના ઉદયે ૧૧૬૪ માં ૯૨ આદિ ચાર-ચાર હોવાથી છેતાલીશરો છપ્પન. (૪૬૫૬).
એમ તિર્યંચગતિમાં ૨૩-૨૫-૨૬ના બંધે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો (૨૦૫૦૦) વીશ હજાર પાંચસો થાય છે.
૨૮ના બંધનો સંવેધ : દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે સામાન્યથી ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાનો હોય છે. ત્યાં મિથ્યાષ્ટિ જીવો અપર્યાપ્ત અવસ્થામાં દેવપ્રાયોગ્ય બંધ કરતા જ નથી. પરંતુ સમ્યક્રદૃષ્ટિ જીવો જ દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી પોતાનાં ૬ ઉદયસ્થાનો અને વૈક્રિય તિર્યંચ આશ્રયી વૈક્રિય તિર્યંચનાં ૨૫ આદિ ઉદયસ્થાનો પણ ઘટે છે.
ઉદયભંગ : એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો દેવ પ્રાયોગ્ય બંધ કરતા ન હોવાથી તેઓના અનુક્રમે ૪૨ - ૬૬ અને ૨ એમ ૧૧૦ ઉદયભાંગા ૫૦૭૦ માંથી બાદ કરતાં શેષ ચાર હજાર નવસો સાઠ (૪૯૬૦) ઉદયભાંગા દેવપ્રાયોગ્ય ૨૮ના બંધ હોય છે. ઉદયસ્થાનવાર ઉદયભંગ :
૨૧ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૮, ૨૫ના વૈક્રિય તિર્યંચના ૮, ૨૬ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮, ૨૭ના વૈક્રિય તિર્યંચના ૮, ૨૮ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ પ૯૨, ૨૯ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, અને વૈક્રિય તિર્યંચના ૧૬ એમ અગિયારસો અડસઠ, ૩૦ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, અને વૈક્રિય તિર્યંચના ૮ એમ સત્તરસો છત્રીશ અને ૩૧ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા છે. કુલ ૪૯૬૦ ઉદયભાંગા હોય છે.
નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ કરે છે તેમજ વૈક્રિય તિર્યંચ કંઈક વિશુદ્ધ હોવાથી નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી, માટે ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાનો નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ હોય છે. અને ૩૦ના સ્વરના ઉદય સહિતના (૧૧૫૨) અગિયારસો બાવન અને ૩૧ના (૧૧૫૨) અગિયારસો બાવન-એમ (૨૩૦૪) તેવીશસો ચાર ઉદયભાંગી નરકપ્રાયોગ્ય બંધ હોય છે. અહીં વૈક્રિય તિર્યંચો પણ નરકપ્રાયોગ્ય બંધ કરે છે. એમ વિવક્ષીએ તો ૨૫ આદિ ઉદયસ્થાન અને પ૬ ઉદય ભાંગા વધારે જણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org