________________
નામકર્મ-મનુષ્યગતિ માર્ગણા
૩૩૫ સામાન્યથી ૯૨ - ૮૮ અને ૮૬ આ ત્રણ સત્તાસ્થાનો હોય છે. તેમાં પણ ૮૬નું સત્તાસ્થાન, વૈક્રિય અષ્ટકની ઉવલના કરી ૮૦ની સત્તાવાળા થયેલ એકેન્દ્રિય જીવ મરીને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યાબાદ ૩૦ અને ૩૧ના ઉદયસ્થાનમાં વર્તતાં પહેલી વાર દેવ અથવા નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ સુધી જ હોય છે. પણ આ ઉદયસ્થાનોમાં શેષ કાળે તેમજ ૨૯ સુધીનાં પહેલાંના ઉદયસ્થાનોમાં ૮૬નું સત્તાસ્થાન હોતું જ નથી.
- ઉદયસ્થાન વાર વિચારીએ તો ૨૧ અને ૨૫ થી ૨૯ સુધીનાં છ ઉદયસ્થાનોમાં ૯૨ અને ૮૮ બે-બે સત્તાસ્થાન માટે ૧૨, અને ૩૦ તથા ૩૧ના ઉદયસ્થાનમાં ૯૨ આદિ ત્રણ તેથી ૬, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૮ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયે ૮ ભાંગાઓમાં ૯૨-૮૮ બે-તેથી ૧૬, એ જ પ્રમાણે ૨૫ના ઉદયે ૧૬. ૨૬ ના ઉદયે પ૭૬, ૨૭ના ઉદયે ૧૬, ૨૮ના ઉદયે ૧૧૮૪, ૨૯ના ઉદયે ૨૩૩૬, ૩૦ના ઉદયે સ્વરવાળા અગિયારસો બાવનમાં ૩ - ૩ તેથી ચોત્રીશસો છપ્પન, અને શેષ ૫૮૪ માં ૯૨ આદિ ૨ માટે અગિયારસો અડસઠ. ૩૧ના ઉદયે ૧૧૫૨ માં ૩ - ૩ તેથી (૩૪૫૬) ચોત્રીશસો છપ્પન. એમ ઉદય ભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો (૧૨૨૨૪) બાર હજાર બસો ચોવીશ થાય છે. ૨૯ના બંધનો સંવેધ :
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે તિર્યંચ ગતિમાં બતાવેલ નવ ઉદયસ્થાન, ૫૦૭૦ ઉદયભાંગા, તેમજ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ઉદયસ્થાન ગુણિત ૪૦ સત્તાસ્થાન હોય છે. અને દરેક ઉદયસ્થાને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ આજ માર્ગણામાં ૨૩ આદિના બંધસ્થાનના સંવેધમાં બતાવ્યા પ્રમાણે હોય છે. માટે જીજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું.
ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધે પણ સંવેધ ૨૯ના બંધ પ્રમાણે જ હોવાથી ફરીથી બતાવેલ નથી. મનુષ્યગતિ :
અહીં સર્વ ગુણસ્થાનક અને સર્વ ગતિ પ્રાયોગ્ય બંધનો સંભવ હોવાથી ર૩ આદિ આઠ બંધસ્થાન અને બધા બંધભાંગા હોય છે. પરંતુ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ માત્ર દેવો અને નારકો જ કરે છે. મનુષ્યો કરતા નથી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org