________________
૨૯૫
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૮૪ આ પ્રમાણે દેવગતિની સાથે બંધાનારી ૧૦ અને અનુદયવતી એવી ૬૩ મળીને ૭૩ પ્રકૃતિઓની સત્તા ભવના દ્વિચરમસમયે એટલે ચૌદમા ગુણઠાણાના ઉપાસ્ય સમયે સત્તામાંથી ક્ષય થાય છે. ઉદયમાં વર્તતી એવી ૧૨ સત્તામાં બાકી રહે છે.
સપ્તતિકાની વૃત્તિમાં ૧૦ + ૪૭ સત્તામાંથી વિચ્છેદ થાય એમ કહ્યું છે. પરંતુ ત્યાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ચાર જ ભેદ લીધા છે. ૨૦ ભેદની વિવક્ષા કરી નથી એટલે સત્તાને આશ્રયી ૨૦ ભેદ ગણતાં ૫૭ + ૧૬ = ૭૩ ભેદ સમજી લેવા. આ ૭૩ ની સત્તા તે તે પ્રકૃતિરૂપે ચૌદમાના ચિરમસમયે ક્ષય પામે છે. ઉદયવતી ૧૨ માં સ્તિબૂક સંક્રમથી સંક્રમેલી કર્મરૂપે ચરમસમયે પણ હોય છે. તિબૂક સંક્રમ યોગપ્રત્યધિક ન હોવાથી ચૌદમાના દ્વિચરમસમય સુધી ચાલુ જ હોય છે. તે ૮૩ |
अन्नयरवेयणीअं, मणुआउअमुच्चगोअ नव नामे । वेएइ अजोगिजिणो, उक्कोस जहन्न मिक्कारा ॥ ८४ ॥ अन्यतरवेदनीयं, मनुजायुरुच्चैर्गोत्रं नवनाम । वेदयति अयोगिजिनः, उत्कृष्टतो जघन्यत एकादश ॥ ८४ ॥
ગાથાર્થ - બે વેદનીયમાંથી ૧ વેદનીય, મનુષ્યાયુષ્ય, ઉચ્ચગોત્ર, અને નામકર્મની નવ એમ કુલ ૧૨ કર્મપ્રકૃતિઓને અયોગિગુણઠાણે જિનેશ્વર પરમાત્મા ઉત્કૃષ્ટથી વેદે છે. જઘન્યથી સામાન્ય કેવલી ભગવાન ૧૧ કર્મપ્રકૃતિઓને વેદે છે. / ૮૪ /
વિવેચન - ચૌદમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી ચરમ સમય સુધી ૪ અઘાતી કર્મોનો જ માત્ર ઉદય અને સત્તા હોય છે. ત્યાં સત્તામાં ૭૩ ઉપાસ્ય સમયે અને ૧૨ ચરમ સમયે વિચ્છેદ પામે છે. કુલ ૮૫ ની સત્તા હોય છે. આ વાત પાછલી ગાથામાં કહી છે. આ ગાથામાં ચૌદમાં ગુણસ્થાનકે પ્રથમ સમયથી ચરમસમય સુધી ઉદયમાં કેટલી હોય? તે જણાવે છે.
ચૌદમા ગુણઠાણે તીર્થકર ભગવાન અને સામાન્ય કેવલી ભગવાન એમ ૨ જાતના આત્માઓ હોય છે. ત્યાં તીર્થકર ભગવાનને ૧૨ અને સામાન્ય કેવલી ભગવાનને ૧૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. એટલે ૧૨ નો ઉદય ઉત્કૃષ્ટથી અને ૧૧ નો ઉદય જઘન્યથી કહેવાય છે. ૧૧ થી ઓછી પ્રકૃતિઓનો ઉદય ન હોય અને ૧૨ થી વધારે પ્રકૃતિઓનો ઉદય ન હોય આમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org