________________
૨૯૪ ગાથા : ૮૩
છઠ્ઠો કર્મગ્રંથ જેમાં મન-વચન અને કાયાની તમામ ચેષ્ટાઓ વિચ્છેદ પામી ગઈ છે. અને હવે જ્યાંથી પતન છે જ નહીં એવું ધ્યાન (આત્મપ્રદેશોની અત્યન્ત સ્થિરાવસ્થા) અહીં શરૂ થાય છે.
બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા આ ચારમાંથી યોગના અભાવે બંધ અને ઉદીરણા કોઈપણ કર્મોનાં અહીં થતાં નથી પણ ઉદય અને સત્તા હોય છે. સામાન્ય કેવલી ભગવંતને ઉદયમાં ૧૧ અને સત્તામાં ૮૪, તથા તીર્થકરકેવલી ભગવંતને ઉદયમાં ૧૨ અને સત્તામાં ૮૫ પ્રકૃતિઓ હોય છે. તેમાં ઉદયવતીને વિપાકોદયથી અનુભવતા અનુભવતા, અને અનુદયવતી પ્રકૃતિઓને સિબૂકસંક્રમથી ઉદયવતીમાં સંક્રમાવી સંક્રમાવીને, પોતાનાપણે પ્રદેશોદયથી અને ઉદયવતીના રૂપે રસોદયથી ભોગવતા આ કેવલી પરમાત્મા ચૌદમા ગુણઠાણાના દ્વિચરમ (ઉપાન્ચ) સમય સુધી જાય છે. તે ઉપાજ્ય સમયે શું થાય છે. તે હવે ગ્રંથકારશ્રી જણાવે છે. તે ૮૨
देवगइसहगयाओ, दुचरमसमयभवियंमि खीयंति । सविवागेयरनामा, नीयागोयं पि तत्थेव ॥ ८३ ॥ देवगतिसहगताः, द्विचरमसमयभवे क्षपयति । सविपाकेतरनामानि, नीचैर्गोत्रमपि तत्रैव ।। ८३ ।।
ગાથાર્થ - દેવગતિની સાથે (બંધમાં) રહેનારી, તથા વિપાકોદયથી પ્રતિપક્ષી (અર્થાત્ અનુદયવતી) તથા નીચગોત્ર આટલી પ્રકૃતિઓને ભવના દ્વિચરમ સમયે જ ખપાવે છે. // ૮૩ /
વિવેચન - દેવગતિની સાથે જ છે બંધ જેનો એવી ૧૦ પ્રકૃતિઓ, (દેવદ્રિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, વૈક્રિય-આહારક બંધન, અને વૈક્રિય-આહારક સંઘાતન) તથા
વપી= વિપાકોદયમાં વર્તનારી પ્રકૃતિઓથી રૂતર = ભિન્ન પ્રકૃતિઓ અર્થાત્ અનુદયવતી એવી ૬૩ પ્રકૃતિઓ. તે આ પ્રમાણે - ૩ શરીર ૨૦ વર્ણાદિના ભેદો ૧ પ્રત્યેકનામ ૨ દુર્ભગ-અનાદેય ૩ સંઘાતન ૧ મનુજાનુપૂર્વી ૧ અપર્યાપ્ત ૨ અયશ-નિર્માણ ૩ બંધન
૧ પરાઘાત ૧ ઉચ્છવાસ ૧ નીચગોત્ર ૬ સંસ્થાન ૧ ઉપઘાત ૨ સ્થિરાસ્થિર ૧ એક વેદo ૬ સંઘયણ ૧ અગુરુલઘુ ૨ શુભાશુભ ૧ ઔદારિકાંગોપાંગ ૨ વિહાયોગતિ ૨ સુસ્વર-દુઃસ્વર ૨૨ + ૨૬ + ૯ +
= ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org