SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૮૨ ૨૯૩ જ્યારે વચનયોગનો નિરોધ થાય છે ત્યારે સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય વિચ્છેદ પામે છે અને જ્યારે ઉચ્છવાસનો નિરોધ થાય છે ત્યારે ઉચ્છવાસ નામકર્મનો ઉદય વિચ્છેદ પામે છે. તેથી તીર્થકર ભગવાનને નામકર્મનાં ૩૧-૩-૨૯ નાં ઉદયસ્થાનો આવે છે અને સામાન્ય કેવલીને નામકર્મનાં ૩૦-૦૯-૨૮ નાં ઉદયસ્થાનો આવે છે. જેનું સ્વરૂપ પહેલાં ઉદયસ્થાનોના અવસરે સમજાવેલ છે. સયોગી ગુણઠાણાના ચરમસમયે નામ-ગોત્ર અને વેદનીયકર્મની સ્થિતિસત્તા, ઉદયવતીની ચૌદમા ગુણઠાણાના કાલપ્રમાણ અને અનુદયવતીની ૧ સમયગૂન રાખીને બાકીની તમામ સ્થિતિ સત્તાનો સર્વાપવર્તના વડે અપવર્તાવીને નાશ કરે છે. આ રીતે તેરમા ગુણઠાણાના અંતે (૧) સંપૂર્ણ યોગનિરોધ, (૨) સાતાવેદનીયના બંધનો વિચ્છેદ, (૩) વેશ્યાનો અભાવ, (૪) આયુષ્યકર્મની અને વેદનીયકર્મની ઉદીરણા છટ્ટે જ અટકી ગઈ હોવાથી નામ-ગોત્રની ઉદીરણાનો અભાવ (૫) યોગના અભાવે સ્થિતિઘાત-રસઘાતની સમાપ્તિ (૬) સૂર્મક્રિયા અપ્રતિપાતી ધ્યાનની પૂર્ણાહૂતિ થાય છે. ત્યારબાદ આ મહાત્મા “અયોગી કેવલી” નામના ચૌદમાં ગુણઠાણા ઉપર આરૂઢ થાય છે. ચૌદમા ગુણસ્થાનકનો કાળ , ૩, ૩, ૪ અને 7 આ પાંચ હ્રસ્વ સ્વરોના ઉચ્ચારણકાલ તુલ્ય જ હોય છે. એટલે અંતર્મુહૂર્ત હોય છે. મન-વચન અને કાયાના બાદર અને સૂકમ, આમ તમામ પ્રકારના યોગોનો અભાવ હોવાથી અને કેવલજ્ઞાની હોવાથી “અયોગીકેવલી” ગુણસ્થાનક કહેવાય છે. યોગના અભાવે આત્માના પ્રદેશો મેરૂપર્વતની જેમ અત્યન્ત સ્થિર બની ગયા છે. તેને જ “શૈલેશીકરણ” કહેવાય છે. “ત્ન = પર્વત, તેનો રંગ = રાજા” અર્થાત્ મેરૂપર્વત, તેના જેવો આત્માને સ્થિર કરવો તેને શૈક્લેશરને કહેવાય છે. તથા મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ અને કષાય એમ ચાર બંધહેતુઓનો અભાવ તો દશમાં ગુણઠાણા સુધીમાં થયો જ હતો. પરંતુ છેલ્લા યોગ નામના પાંચમા બંધહેતુનો પણ અભાવ થવાથી બે સમયના કાલપ્રમાણ પણ જે સાતવેદનીયકર્મ બંધાતું હતું તેનો પણ અભાવ થવાથી કર્મોના આવવા રૂપ આશ્રવનો સર્વથા વિરામ થયેલ છે. તેને અનાશ્રવતા અથવા સર્વસંવરભાવ પણ કહેવાય છે. તે અવસ્થા અહીંથી શરૂ થાય છે. તથા આ ચૌદમા ગુણઠાણે સૂક્ષ્મ કાયયોગ પણ વિચ્છેદ થયેલ હોવાથી “બુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી” નામના શુક્લધ્યાનના ચોથા પાયા ઉપર ભગવાન આરૂઢ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy