________________
ગાથા ઃ ૮૨
છઠ્ઠો કર્મગ્રંથ
કિટ્ટીકૃત યોગવાળા આ કેવલી ભગવંત એક અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહીને સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મમનોયોગનો અંતર્મુહૂર્ત કાળમાં નિરોધ કરે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત સ્થિર રહીને સૂક્ષ્મકાયયોગના આલંબનથી સૂક્ષ્મવચનયોગનો નિરોધ કરે છે ત્યારબાદ અંતર્મુહૂર્ત સ્થિર રહીને સૂક્ષ્મ કાયયોગના જ આલંબનથી સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરવાની શરૂઆત કરે છે.
૨૯૨
કેવલી ભગવાન જ્યારે આ છેલ્લા સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરતા હોય છે ત્યારે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામના શુક્લધ્યાનના ત્રીજા પાયા ઉપર આરૂઢ થાય છે. તે ધ્યાનના બલથી પોતાના આત્મપ્રદેશો જે શરીરાકારે રહેલા છે કે જેમાં વચ્ચે વચ્ચે ઘણું પોલાણ છે. તે પોલાણને પૂરીને આત્મપ્રદેશોનો ઘનીભૂત પિંડ બનાવે છે. તેના કારણે શીરાકાર જેમ દેખાય છે. તેમ જ રહે છે. પરંતુ શરીરાકારે પરિણામ પામેલા આત્મપ્રદેશોની અવગાહના (લંબાઈ-પહોળાઈ અને ઉંચાઈ) ૧/૩ ઘટી જાય છે. અને ૨/૩ થઈ જાય છે. પોલાણ પૂરાવાના કારણે આત્માની લંબાઈ વગેરે ઘટે છે.
કેવલી ભગવંતોને ચિંતન-મનન કરવારૂપ મતિજ્ઞાનાત્મક ભાવમન હોતું નથી, કારણ કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયેલ હોવાથી ક્ષાયિકભાવ છે. માટે “હ્રાચિન્તા” એકાન્તમાં વિચારણા કરવી એ અર્થવાળું છદ્મસ્થ જીવના જેવું “મનની સ્થિરતાવાળું’ ધ્યાન ભાવમન ન હોવાથી હોતું નથી. પરંતુ કાયાદિ યોગોના કારણે આત્મપ્રદેશોની જે અસ્થિરતા-ચંચળતા-ચલિતતા-કંપનક્રિયા હતી તેને રોકીને “આત્મપ્રદેશોની સ્થિરતા’ એ અર્થવાળું “નિષેધો ધ્યાનમ્”=નિરોધ કરવા રૂપ અર્થવાળું ધ્યાન હોય છે.
જોકે ઉત્તર આપવા રૂપ બાદર મનોયોગ, દેશના આપવા રૂપ બાદર વચનયોગ અને આહાર-નિહાર અને વિહાર કરવા રૂપ બાદર કાયયોગનો નિરોધ તો પહેલાં જ થઈ ચૂક્યો છે. પરંતુ નાડી ચાલવા રૂપ અને રુધિરના પરિભ્રમણ રૂપ જે સૂક્ષ્મકાયયોગ છે તેનો પણ આ અવસરે નિરોધ કરે છે.
કેવલી ભગવંત જ્યારે સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરવાની શરૂઆત કરે છે ત્યારથી જ કિટ્ટીઓના અસંખ્યાતા ભાગ કરી ૧ ભાગ રાખી અસંખ્યાતા ભાગોનો પ્રથમ સમયે જ નાશ કરે છે. બીજા સમયે તે અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાતા ભાગ કરી ૧ ભાગ રાખી શેષ અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે. આમ પ્રતિસમયે અસંખ્યાતા ભાગોનો નાશ કરતાં કરતાં ચરમસમય સુધી આવે છે. તે ચરમસમયે યોગની બધી જ કિટ્ટીઓનો નાશ થઈ જાય છે. એટલે યોગનિરોધ પૂર્ણ થાય છે. તેરમું ગુણઠાણું સમાપ્ત થાય છે. સાતાવેદનીયનો બંધ અને શુક્લલેશ્યા પણ વિચ્છેદ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org