________________
૨૯૬
ગાથા : ૮૫
છઠ્ઠો કર્મગ્રંથ
(૧) વેદનીય કર્મમાંથી સાતા અથવા અસાતા ૧ (૨) આયુષ્ય કર્મમાંથી નિયમા મનુષ્યાયુષ્ય જ ૧ (૩) ગોત્ર કર્મમાંથી નિયમા ઉચ્ચગોત્ર જ ૧ (૪) નામકર્મની ૮૬ મી ગાથામાં જણાવાતી ૯
સામાન્ય કેવલી ભગવાનને નામકર્મની ૯ ને બદલે તીર્થકર નામ કર્મ વિના આઠ ગણવી. એટલે તેઓને કુલ ૧૧ નો ઉદય થાય છે અને તીર્થકર ભગવંતને ઉપરોક્ત ૧૨ નો ઉદય હોય છે. ૮૪ ||
मणुअगइ जाइ तस बायरं च, पज्जत्तसुभगमाइजं । जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एया ।। ८५ ॥ मनुजगतिर्जातिस्त्रसबादरञ्च, पर्याप्तसुभगमादेयम् ।। यशःकीर्तिस्तीर्थङ्करं, नाम्नः भवन्ति नव एताः ।। ८५ ॥
ગાથાર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય આદેય, યશકીર્તિ અને તીર્થકર નામકર્મ આમ નામકર્મની આ નવે કર્મપ્રકૃતિઓ છે. ૮૫ //
વિવેચન - આ ગાથા મૂલ સપ્તતિકા ગ્રંથની નથી, પ્રક્ષિત છે. ચૌદમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી ચરમ સમય સુધી તીર્થંકર પરમાત્માને નામકર્મની જીવવિપાકી એવી નવ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. એમ પહેલાંની ૮૫ મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે. તે નામકર્મની નવ કઈ કઈ ? આ વાત જણાવતાં કહે છે કે -
૧ મનુષ્યગતિ ૪ બાદર નામકર્મ ૭ આદેય નામકર્મ ૨ પંચેન્દ્રિયજાતિ ૫ પર્યાપ્ત નામકર્મ ૮ યશઃ નામકર્મ ૩ ત્રસ નામકર્મ ૬ સૌભાગ્ય નામકર્મ ૯ તીર્થકર નામકર્મ
સામાન્ય કેવલી ભગવંતને આ જ ૯ માંથી ૧ તીર્થકર નામકર્મ બાદ કરતાં બાકીની નામકર્મની આઠ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે.
આ રીતે નામકર્મની ૮ અને વેદનીય-આયુષ્ય અને ગોત્રકર્મની ૧-૧-૧ કુલ સામાન્યકેવલીને ૧૧ અને તીર્થકરકેવલીને ૯ + ૧ + ૧ + ૧ = ૧૨ નો ઉદય હોય છે. આ ૧૧-૧૨ ઉદયવતી કહેવાય છે. બાકીની ૭૩ અનુદયવતી કહેવાય છે. અનુદયવતીની સત્તા કિચરમસમયે ક્ષય પામે છે અને ઉદયવતીની સત્તા ચરમસમયે ક્ષય પામે છે. તેથી સામાન્ય કેવલીને ઉપાસ્ય સમયે ૭૩ અને ચરમસમયે ૧૧ ની સત્તાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org