________________
૨૯૦ ગાથા : ૮૨
છઠ્ઠો કર્મગ્રંથ એક-એક જીવના લોકાકાશ જેટલા આત્મપ્રદેશો છે. એક-એક આત્મપ્રદેશે. કેવલજ્ઞાન-કેવલદર્શનની જેમ અનંત-અનંત વીર્ય (શક્તિ વિશેષ) નામનો ગુણ પણ સ્વતઃ છે જ. તેના ઉપર વિર્યાન્તરાય નામનું કર્મ લાગેલું છે. તેના ઉદયથી આ ગુણ અવરાયેલો છે. તે વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રગટ થયેલું આંશિક વિર્ય કે પૂર્ણ વિર્ય સર્વ આત્મપ્રદેશોમાં એક સરખું સમાન હોય છે તેને લબ્ધિવીર્ય કહેવાય છે. પરંતુ ઔદારિકાદિ વર્ગણા ગ્રહણ કરવામાં વપરાતું જે વીર્ય, કે જેને શાસ્ત્રોમાં કરણવીર્ય કહેવાય છે તે સર્વપ્રદેશોમાં સરખું હોતું નથી પણ હીનાધિક હોય છે.
જ્યાં કાર્યની નિકટતા હોય છે ત્યાં કરણવીર્ય વધારે હોય છે અને જ્યાં કાર્યની દૂરતા હોય છે ત્યાં કરણવીર્ય ઓછું હોય છે. તથા કોઈ પણ કાર્ય કરવામાં નિકટના આત્મપ્રદેશોમાં કે દૂરના આત્મપ્રદેશોમાં અધિકપણે અથવા હિનપણે કરણવીર્ય અવશ્ય હોય જ છે. કારણ કે સર્વે આત્મપ્રદેશો સાંકળના અંકોડાની જેમ પરસ્પર સંકળાયેલા છે. જેમકે હાથથી ઘડો ઉપાડવાનું કામકાજ થાય ત્યારે આંગળીઓ અને હથેળીમાં કરણવીર્ય વધારે વપરાય છે તેના કરતાં કોણીમાં, ખભામાં, છાતીમાં અને પગમાં કરણવીર્ય ઓછું ઓછું વપરાય છે. “કાર્યની નિકટતા અને દૂરતા, તથા આત્મપ્રદેશોનો સાંકળના અંકોડાની જેમ પરસ્પર સંબંધ” આ બન્નેના કારણે કરણવીર્ય આત્મપ્રદેશોમાં હીન-અધિક હોય છે. કોઈ કોઈ આત્મપ્રદેશોમાં સમાન પણ કરણવીર્ય હોય છે.
આ કારણે જે જે આત્મપ્રદેશોમાં બીજા આત્મપ્રદેશો કરતાં અતિશય અલ્પ કરણવીર્ય છે અને પરસ્પર સરખું જ કરણવીર્ય છે. તેવા આત્મપ્રદેશોનો સમુદાય તે પ્રથમવર્ગણા કહેવાય છે. તેના કરતાં એક વર્યાવિભાગ જેમાં અધિક છે એવા જે બીજા કેટલાક આત્મપ્રદેશો છે તેનો સમુદાય તે બીજી વર્ગણા. તેનાથી એક અધિક વીર્યાવિભાગવાળા આત્મપ્રદેશોનો સમુદાય તે ત્રીજી વર્ગણા-એમ એકોત્તરવૃદ્ધિ યુક્ત વર્યાવિભાગવાળા આત્મપ્રદેશોના સમુદાયવાળી વર્ગણાઓ ક્રમશ: અસંખ્યાતી થાય છે. પછી પછીની વર્ગણામાં આત્મપ્રદેશો વિશેષહીન-વિશેષહીન હોય છે. આવી ક્રમશઃ એકોત્તર વૃદ્ધિપણે થયેલી વર્ગણાઓનો જે સમુદાય તેને એક સ્પર્ધક કહેવાય છે.
પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણામાં આત્મપ્રદેશોની અંદર જે વીર્યાવિભાગ છે. તેનાથી એક-બે-ત્રણ-ચાર વીર્યાવિભાગ અધિક જેમાં હોય તેવા એક પણ આત્મપ્રદેશો હોતા નથી. તેથી અંતર પડે છે. એમ અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ વીર્યાવિભાગ જેમાં વધારે હોય તેવા આત્મપ્રદેશો મળે છે. તેનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org