________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૮૨
૨૮૯ અને ક્ષયથી (તેરમા-ચૌદમાં ગુણઠાણે) જે વીર્યશક્તિ આ જીવને પ્રગટ થાય છે. તેને લબ્ધિવીર્ય કહેવાય છે. આ લબ્ધિવીર્યનો ઉપયોગ (વપરાશ) મન-વચન-અને કાયાના સહકારથી થાય છે. તેથી તેને કરણવીર્ય કહેવાય છે. ત્યાં મનના સહકારથી જે વીર્ય વપરાય તેને મનોયોગ, વચનના (ભાષાના) સહકારથી જે વીર્ય વપરાય તેને વચનયોગ, અને કાયાના સહકારથી જે વીર્ય વપરાય તેને કાયયોગ કહેવાય છે. આ ત્રણે યોગ બે-બે પ્રકારના હોય છે બાદર અને સૂમ. કેવલી પરમાત્મા હવે આ છએ પ્રકારના યોગોને ક્રમશઃ અટકાવવાનો પ્રયત્ન કરે છે.
જો કે ચોથા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે એક કાલે એક જીવને એક યોગ હોય છે. તો પણ-બીજા સમયે બીજા યોગ સ્વરૂપે આત્મપ્રદેશોની જે અસ્થિરતા થવાનો સંભવ છે તેને પણ અટકાવે છે આમ અર્થ કરવો. ત્યાં સૌથી પ્રથમ આ કેવલી ભગવંત બાદર કાયયોગના બલથી એક અંતર્મુહૂર્તમાં બાદર મનોયોગને રોકે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત કાલ તે જ અવસ્થામાં સ્થિર રહે છે. ત્યાર બાદ બાદર કાયયોગના બલથી બીજા એક અંતર્મુહૂર્ત કાલમાં બાદર વચનયોગને રોકે છે. ત્યારબાદ બાદર કાયયોગના બલથી ઉચ્છવાસને રોકે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાલ તે જ અવસ્થામાં સ્થિર રહે છે. ત્યાર બાદ સૂમકાયયોગના બલથી બાહર કાયયોગને રોકે છે.
જો કે કમ્મપયડીની ટીકા આદિ ગ્રંથોમાં પ્રથમ વચનયોગનો નિરોધ, પછી મનોયોગનો નિરોધ, પછી ઉચ્છવાસનો નિરોધ કહેલ છે. તો પણ ચૂર્ણિમાં અને પૂજ્ય મલયગિરિજી કૃત સપ્તતિકાની વૃત્તિમાં પ્રથમ મનોયોગ, પછી વચનયોગ અને પછી સૂક્ષ્મકાયયોગ કહેલ છે. તેથી અમે અહીં ચૂર્ણિકાર અને વૃત્તિકારને અનુસરીને લખેલ છે.
તથા કમ્મપયડી આદિ ગ્રંથોમાં બાદરકાયયોગના બલથી જ બાદરકાયયોગને રોકે છે એમ કહેલ છે. જેમાં મોટા લાકડાને વહેરતો પુરુષ તેનો જ આધાર લે છે, તેમ બાદર કાયયોગને રોકતો પુરુષ બાદર કાયયોગનો જ સહારો લે છે તેમ લખેલ છે. તો પણ ચૂર્ણિ અને વૃત્તિમાં “સૂક્ષ્માયથોન વાવાયો” આવો પાઠ સ્પષ્ટ હોવાથી અમે સૂકમ કાયયોગના બલથી બાદરકાયયોગને રોકે છે, એમ લખેલ છે. આ રીતે બાદર મનોયોગ, બાદર વચનયોગ અને બાદર કાયયોગનો પ્રથમ નિરોધ કરે છે.
બાદરકાયયોગનો વિરોધ કરતા એવા આ કેવલી પરમાત્મા કાયયોગના નિરોધના પ્રથમ સમયથી જ અંતર્મુહૂર્ત સુધી યોગનાં પૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો કરે છે અને ત્યારબાદ પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી યોગની કિટ્ટીઓ કરે છે. યોગની વર્ગણાઓનું અને સ્પર્ધકનું સ્વરૂપ કમ્મપયડીના બંધનકરણમાં ગાથા ૩ થી ૧૮ માં આવે છે. તેનો ટૂંકો સાર આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org