________________
ગાથા : ૮૨
છઠ્ઠો કર્મગ્રંથ
તથા પ્રથમ સમયે વેદનીયાદિ ૩ કર્મોની જે સ્થિતિ બાકી રાખી છે. તેના બુદ્ધિથી અસંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી બાકીના અસંખ્યાતા ભાગોનો બીજા સમયે નાશ કરે છે. એ જ રીતે અશુભ પ્રકૃતિઓના રસના અનંતા ભાગ કરીને એક ભાગ રાખીને અનંતાભાગ પ્રમાણ રસનો નાશ કરે છે. તથા શુભ પ્રકૃતિઓનો રસ પણ અશુભમાં સંક્રમાવવા વડે નાશ કરે છે.
૨૮૬
(૩) ત્રીજા સમયે પ્રતર કરે છે. એટલે કે બીજા સમયે આત્મપ્રદેશોનો જે એક અસંખ્યાતમો ભાગ બાકી રાખેલ છે તેના બુદ્ધિથી અસંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખીને બાકીના અસંખ્યાતા ભાગ પ્રમાણ આત્મપ્રદેશોને બહાર કાઢીને, તથા કપાટ સ્વરૂપે બનેલા આત્મપ્રદેશોમાંથી પણ આત્મપ્રદેશોને બહાર કાઢીને ઉત્તરદક્ષિણ અથવા પૂર્વ-પશ્ચિમ તે આત્મપ્રદેશોને ફેલાવે છે. જો બીજા સમયે પૂર્વપશ્ચિમમાં ફેલાવ્યા હોય તો ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણમાં લંબાવે છે. અને જો બીજા સમયે ઉત્તર-દક્ષિણ લંબાવ્યા હોય તો ત્રીજા સમયે પૂર્વ-પશ્ચિમમાં લંબાવે છે. આ રીતે આ આત્માના આત્મપ્રદેશો ચારે દિશામાં લોકાન્ત સુધી ફેલાયા હોવાથી ચાર પાંખડાવાળા રવૈયા (મંથાન) જેવો આકાર થયો. એટલે ત્રીજા સમયે મંથાન કરે છે એમ કહેવાય છે.
પહેલા સમયે બહુ આત્મપ્રદેશો ઔદારિક શરીરમાં જ છે. માટે ઔદારિક કાયયોગ વાળો આ જીવ કહેવાય છે. બીજા સમયે બહુ આત્મપ્રદેશો શરીરમાં પણ છે. અને બહુ બહુ આત્મપ્રદેશો શરીર બહાર દંડાકારે અને કપાટાકારે ફેલાયા છે કે જેમાં કેવલ એકલો તૈજસ-કાર્પણ કાયયોગ છે. આમ બન્ને યોગપ્રવૃત્તિ હોવાથી બીજા સમયે ઔદારિકમિશ્ર કાયયોગ કહેવાય છે. અને ત્રીજા સમયે તો બહુ-બહુ આત્મપ્રદેશો શરીર બહાર જ છે. કે જેમાં કેવલ તૈજસ-કાર્પણની જ ચેષ્ટા છે. શરીરમાં તો અત્યન્ત અલ્પ આત્મપ્રદેશો છે તેથી ત્રીજા સમયે તૈજસ-કાર્પણ કાયયોગ જ માત્ર છે. આ રીતે ચોથા-પાંચમા સમયે પણ ફક્ત તૈજસ-કાર્મણ કાયયોગ, છટ્ઠાસાતમા સમયે પાછા ફરતાં બહુ-બહુ આત્મપ્રદેશો ઔદારિક શરીરમાં આવી જવાથી તેની પણ પ્રવૃત્તિ વધવાથી મિશ્રકાયયોગ અને છેલ્લા આઠમા સમયે શરીરસ્થ જ માત્ર બનવાથી ઔદારિક કાયયોગ હોય છે આમ જાણવું.
તથા બીજા સમયે વેદનીયાદિ ૩ કર્મોની સ્થિતિમાં જે એક અસંખ્યાતમો ભાગ બાકી રાખેલ છે તેના બુદ્ધિથી અસંખ્યાતા ભાગ કરી, એક અસંખ્યાતમો ભાગ રાખી, બાકીના અસંખ્યાતા ભાગોનો ત્રીજા સમયે નાશ કરે છે. તથા અશુભ પ્રકૃતિઓના રસનો જે એક અનંતમો ભાગ આ જીવે બીજા સમયે બાકી રાખેલ, તેના બુદ્ધિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org