________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૮૨
૨૮૫ કાલે સુકાય છે. અને તે પણ બરાબર સુકાતી નથી. પરંતુ તેને પહોળી કરી હોય તો તે જલ્દી સુકાઈ જાય છે. તેવી રીતે આ સમુદ્યામાં પોતાના આત્માના આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢીને આખા જગતમાં વ્યાપ્ત કરવાના કારણે સર્વત્ર ફેલાઈ જવાથી આ વિસ્તૃતીકરણને લીધે જ ઘણાં ઘણાં કર્મોરૂપી પાણી તેમાંથી સુકાઈ જાય છે. આ જ કેવલી સમુઘાતનું માહામ્ય = ચમત્કાર છે. આ સમુઘાતમાં કુલ આઠ સમય પ્રમાણ કાલ થાય છે.
કેવલી સમુઘાતના પ્રથમ સમયે ઔદારિક કાયયોગવાળા કેવલી ભગવાન પોતાના શરીરમાં રહેલા પોતાના આત્મપ્રદેશોમાંથી એક અસંખ્યાતમા ભાગને રાખીને, બાકીના ઘણા અસંખ્યાતા ભાગ જેટલા આત્મપ્રદેશોને બહાર કાઢીને પોતાના શરીર જેટલી જાડાઈ-પહોળાઈવાળો અને ઉપર-નીચે ૧૪ રાજલોપ્રમાણ લોકના છેડા સુધીની લંબાઈમાં જાણે ૩૫૬ = લાકડી જ હોય શું ? એવો આત્મપ્રદેશોનો દંડાકાર બનાવે છે.
(૧) દંડ સમયે કેવલી ભગવાન વેદનીયાદિ ૩ કર્મોની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે સ્થિતિ છે. તેના બુદ્ધિથી અસંખ્યાતા ભાગ કરીને ૧ ભાગ રાખી બાકીના અસંખ્યાતા ભાગ પ્રમાણ સ્થિતિનો નાશ કરે છે. તથા અશુભ પ્રકૃતિઓનો જે રસ સત્તામાં છે તેના બુદ્ધિથી અનંતા ભાગ કરીને એક ભાગ રાખીને બાકીના અનંતા ભાગોનો નાશ કરે છે. ઉપર ઉપરના ગુણઠાણાઓમાં શુભ પ્રકૃતિઓનો રસ આજ સુધી ઘણો બાંધ્યો છે અને ઘણો પોષ્યો છે. પરંતુ હવે નિકટકાલમાં જ મોક્ષે જવાનું હોવાથી પુણ્યપ્રકૃતિઓના સંચિત થયેલા તે રસનો પણ નાશ કરે જ છુટકો છે. તેથી (૩ આયુષ્ય વિના) સાતાવેદનીયાદિ ૩૯ શુભ પ્રકૃતિઓનો રસ અસાતાવેદનીયાદિ અશુભ કર્મપ્રકૃતિમાં સંક્રમાવીને અશુભનો નાશ થાય તેની સાથે શુભના રસનો પણ નાશ કરે છે. આ જ કેવલીસમુઘાતનું માહાભ્ય છે".
(૨) બીજા સમયે પોતાના શરીરમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે આત્મપ્રદેશો બાકી રાખ્યા છે તેમાંથી એક અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશોને રાખીને બાકીના ઘણા અસંખ્યાતા ભાગ પ્રમાણ તે આત્મપ્રદેશોને તથા દંડાકારે રચાયેલા આત્મપ્રદેશોમાંથી પણ ઘણા આત્મપ્રદેશોને બહાર કાઢીને પૂર્વ-પશ્ચિમ દિશામાં અથવા ઉત્તર-દક્ષિણ દિશામાં લોકાન્ત સુધી ફેલાવીને આત્મપ્રદેશોને કપાટ (કમાડ) ના આકારે કરે છે તેને કપાટ કહેવાય છે.
(१) अयमपि चाप्रशस्तप्रकृत्यनुभवघातनानुप्रवेशनेनैव प्रशस्तप्रकृत्यनुभवघातनं करोतीति ज्ञेयम् (આવશ્યકચૂર્ણિ).
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org