________________
૨૮૪
ગાથા : ૮૨
છઠ્ઠો કર્મગ્રંથ (૩) પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે “અવશ્ય” કરે જ છે તે માટે અવશ્યકરણ પણ કહેવાય છે.
(૪) તથાભવ્યત્વ પરિપૂર્ણપણે પાકી ગયેલું હોવાથી અત્યન્ત મોક્ષને અભિમુખ કરાયેલાપણું-મોક્ષ પ્રત્યે આવર્જિત કરાયેલાપણું છે. તેથી તે આવર્જિતકરણ પણ કહેવાય છે. આ આવર્જિત કરણમાં ૩ અઘાતી કર્મોની પ્રદેશોદીરણા ઘણી વધારે થાય
છે.
(૫) આયોજિકા કરણના પ્રથમ સમયથી જ અયોગી ગુણઠાણે ભોગવવાની ગુણશ્રેણી શરૂ કરે છે. એટલે કે અપવર્તનાકરણ વડે ૩ અઘાતી કર્મોનાં કર્મદલિકોને સ્થિતિના અગ્રિમ ભાગથી ઉતારીને અસંખ્યાત ગુણાકારે ઉદયવતીમાં ઉદયસમયથી અને અનુદયવતીમાં એક ઉદયાવલિકા ઉપરથી નિષેકરચના કરે છે. આ ગુણશ્રેણી કરવાનું કામ અહીં કરે છે. કારણ કે યોગ હોવાથી સ્થિતિઘાતાદિ થાય છે. ચૌદમાં ગુણઠાણે યોગ ન હોવાથી સ્થિતિઘાતાદિ તથા ગુણશ્રેણી થતી નથી. પરંતુ કરેલી આ ગુણશ્રેણી ઉદયથી ત્યાં ભોગવાય છે. તેથી જ તે અયોગીની ગુણશ્રેણી કહેવાય છે. આ પ્રમાણે આયોજિકાકરણ અને અયોગી ગુણઠાણે ભોગવાય તેવી ગુણશ્રેણી આ બને કાર્યો કરીને હવે કોઈ કોઈ કેવલી ભગવંતો કેવલી મુઘાત કરે છે.
જે જે કેવલીભગવંતોને વેદનીયાદિ ૩ અઘાતી કર્મોની સ્થિતિસત્તા પોતાના આયુષ્યની સાથે સમાન હોય છે. તેઓ કેવલી સમુઘાત કરતા નથી. પરંતુ જેઓને આ ૩ કર્મોની સ્થિતિ સત્તા પોતાના આયુષ્યથી અધિક હોય છે. તેઓ કેવલી સમુઘાત કરે છે. વેદનીયાદિ ત્રણ કર્મો પોતાના આયુષ્યથી હીન હોય એવું કોઈ કેવલીભગવતને બનતું નથી. કારણ કે આયુષ્યકર્મ પૂર્વભવમાં ફક્ત એકવાર જ બાંધેલું છે અને વેદનીયાદિ ત્રણ કર્મો તો આ જીવ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયો અને દશમા ગુણઠાણે આવ્યો ત્યાં સુધી પ્રતિસમયે બાંધ્યાં જ છે. માટે આ ૩ કર્મો આયુષ્યકર્મ કરતાં હીન કોઈને હોતાં નથી. હવે કેવલીસમુઠ્ઠાત સમજાવાય છે.
સમ્ = ફરીથી નાશ ન કરવો પડે તે રીતે એકી સાથે
દ્ = પ્રબલપણે - અતિશય આત્મબળ ફોરવવા પૂર્વક વાત = વેદનીયાદિ ૩ અઘાતી કર્મોનો નાશ કરવો તે.
ફરીથી ક્યારેય નાશ ન કરવો પડે એવા પ્રકારનો એકી સાથે પૂર્વબદ્ધ ત્રણ અઘાતી કર્મોના કર્મદલિકોનો અતિશય પ્રબળતાપૂર્વક નાશ કરવો તે કેવલીસમુદ્દઘાત કહેવાય છે. જેમ પાણીમાં ધોયેલી ભીની સાડી અથવા ધોતી સંકેલાયેલી હોય તો લાંબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org